માતા સાથે મારઝૂડ કરવું મોટા ભાઈને ભારે પડ્યું! નાના ભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
સુરત શહેરના ડીંડોલી-ચલથાણ કેનાલ રોડ ઉપર વધુ એક હત્યા થઇ હતી. માતાને દારૂ પીને મોટોભાઈ સતત મારઝુડ કરતો હોવાથી નાનાભાઈએ જ આ હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ઝી બ્યુરો/સુરત: દારૂના નશામાં માતા સાથે મારઝૂડ બાદ નાના ભાઈએ સગા મોટા ભાઈની હત્યા નીપજાવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ પહેલા ડિંડોલી પોલીસને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કડોદરા સ્થિત બહેનના ઘરે જવાનું છે કહી હત્યારા ભાઈએ મોટા ભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ ડીંડોલી ખાતે બોલાવી ડીંડોલી-કડોદરા કેનાલ રોડ પર આવેલ અવાવરું જગ્યાએ લઈ જઈ મોતને ઘાત ઉતારી દીધો હતો. એટલું જ નહીં હત્યા બાદ ઘરે જઈ લોહીવાળા કપડા અને મોટર સાયકલ ધોઈ નિરાંતે સુઈ ગયો હતો. મૃતકના હાથ પર રહેલા બુદ્ધ ભગવાનના ટેટુ પરથી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.
પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?
મંગળવારના રોજ વહેલી સવારે સુરતના ડીંડોલી-કડોદરા કેનાલ રોડ પર આવેલ અવાવરું જગ્યાએથી અજાણ્યા યુવકની લાશ મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે લાશની ઓળખ મેળવવા માટે અલગ અલગ ટિમો બનાવી હતી. મૃતકના હાથ ઉપર બુદ્ધ ભગવાનનું ટેટુ ચિતરેલું મળી આવ્યું હતું. જેથી ઉધના અને પાંડેસરા ખાતે રહેતા બૌદ્ધ સમાજના લોકોનો સંપર્ક કરી ઓળખ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા.
નીતિન કાકાએ આમને ગણાવ્યા ધર્મના દાદા, ઉમેદવારનું જાહેરમાં નામ લેવામાં લાગ્યો ડર!
દરમિયાન મૃતકનું નામ બચછાવ હોવાનું અને વેસુ સ્થિત સુડા આવાસમાં રહેતો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે મૃતકના ઘરે પહોંચી માતાની પુછપરછ કરી હતી. જ્યાં મૃતક ગોવિંદ તેણીને મારઝૂડ કરતો હોવાથી તેના નાના ભાઈ કિશોર જોડે ઝઘડો થયો હોવાની હકીકત જણાવી હતી. જેથી પોલીસે કિશોરનો સંપર્ક કરી પોલીસ મથકે બોલાવ્યો હતો. ડીંડોલી પોલીસનો સંપર્ક કરી કિશોર પોલીસ મથકે આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા કિશોરની ઊંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
રૂપાલા ફોર્મ પરત ખેંચે કે ખેંચાવે તો કોણ લડશે ચૂંટણી, આ કડવા પાટીદારને લાગશે લોટરી
જો કે કિશોરના જવાબથી પોલીસને શંકા ગઈ હતી. જ્યાં ઊંડાણપૂર્વકની પુછપરછમાં તેણે જ પોતાના મોટા ભાઈ ગોવિંદની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યામાં મદદરૂપ તેનો પિતરાઈ ભાઈ પણ શામેલ હતો. જે હત્યાની ઘટના બાદ પોતાના વતન નાસી છૂટ્યો હતો. તેની પણ મહારાષ્ટ્ર ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી.
તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતો