મૌલિક ધામેચા /અમદાવાદ : આંબાવાડીના પોલિટેક્નીક રોડ પર SBI  બેન્કનાં એટીએમ સેન્ટરમાં ચોરી કરવા માટે આવેલા શખ્સો બેન્કની સતર્કતાનાં કારણે બચી ગયા હતા. ચોરગેંગ દ્વારા ગેસ કટર ચાલુ કરતાની સાથે જ મુંબઇ બ્રાન્ચનાં સિક્યોરિટી વિભાગને આ અંગેની માહિતી મળી હતી. જેથી તેઓએ સ્થાનિક શાખાનાં મેનેજરને આ અંગે જાણ કરી હતી. તત્કાલ મેનેજર પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બે લોકોની ઝડપી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાયદનાં એક દિવસ માટે દરેક ગુજરાતી દાનવીર કર્ણ બન્યો

રાત્રે 2 વાગ્યે ATM માં સેન્સર અને સીસીટીવી સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું હતું. એટીએમ સેન્ટરમાં સિક્યોરિટી એલાર્મ લગાવવામાં આવ્યા હતા. રાત્રે 2 વાગ્યાની આસપાસ મુંબઇની ઇ સર્વેલન્સ ઓફીસમાંથી એટીએમ સેન્ટરમાં સીસીટીવી અને સેન્સર સાથે ચેડા થઇ રહ્યા હોવાની માહિતી પોલિટેક્નીક શાખાનાં મેનેજરને કરવામાં આવી હતી. બોડકદેવ ખાતે રહેતા કુલદીપ ગર્ગે તત્કાલ પોલીસને જાણ કરીને એટીએમ પર પહોંચ્યા હતા. 


કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા 150 કિમી ગાંધી પદયાત્રાનું આયોજન

જો કે તેઓ એટીએમ પર પહોંચ્યા તો એટીએમ બહારથી બંધ હતું. અંદર બે શખ્સો ગેસ કટરથી એટીએમ કાપી રહ્યા હતા. સીસીટીવી કેમેરા પર કપડું ઢાંકેલું હતું. જ્યારે એક વ્યક્તિ બહાર બેસીને વોચ રાખી રહ્યો હતો. જો કે પોલીસ આવી જતા એક્વિવા પર બેસીને વોચ રાખી રહેલો શખ્સ ફરાર થઇ ગયો હતો. જ્યારે અંદર રહેલા બંન્ને વ્યક્તિની એલિસબ્રીજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


અમદાવાદ: આટલી સુંદર છે તો TikTok કેમ નથી વાપરતી કહી સગીરાની સાથે અડપલા


જો કે પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દેવું થઇ જવાનાં કારણે આરોપીઓ પૈકી એક આરોપીએ પોતાની કિડની વેચવાની હોવાનાં પોસ્ટરો ફેસબુકમાં અનેક ગ્રુપમાં મુક્યા હતા. ત્યાંથી આ બંન્નેની મુલાકાત થઇ હતી. આખરે એટીએમ તોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આલોક સિંઘ નામનો આરોપી 12 પાસ છે. ઉતમ સાવલિયા 10 પાસ છે. 5 મહિનાથી બંન્ને આંબાવાડી રહેતા હતા અને લાંબા સમયથી એટીએમની રેકી કરતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube