ઉતરાયણનાં એક દિવસ માટે દરેક ગુજરાતી દાનવીર કર્ણ બન્યો

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે.  જેથી લોકો પોતાની યથા શકાતી પ્રમાણે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે. જો કે મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડતા આ પાંજરાપોળને ૩૬.૭૧ લાખનું દાન મળીયુ છે. 

ઉતરાયણનાં એક દિવસ માટે દરેક ગુજરાતી દાનવીર કર્ણ બન્યો

હિમાંશુ ભટ્ટ/મોરબી : મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે.  જેથી લોકો પોતાની યથા શકાતી પ્રમાણે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે. જો કે મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડતા આ પાંજરાપોળને ૩૬.૭૧ લાખનું દાન મળીયુ છે. 

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે. મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે. જો કે, આ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે.

 આજની તારીખે ૪૧૦૦ થી વધુ ઢોરનો નિભાવ અહી કરવામાં આવે છે જેના માટે મકરસડક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૩૬.૭૧ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે અને ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news