અમદાવાદ: સિવિલમાંથી 13 દિવસના બાળકને ઉઠાવી જનાર મહિલા ગણતરીના કલાકોમાં પકડાઈ
અસારવાની સિવિલ હોસ્પિટલમાંથી શુક્રવાર (27 એપ્રિલ)ની સાંજે એક મહિલા 13 દિવસના બાળકનું અપહરણ કરી ફરાર થઇ ગઈ. આરોપી મહિલા દાંતાના દંપતીને સરકાર પ્રસુતિના રૂપિયા આપે છે તેમ કહી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવી હતી. ત્યારબાદ દંપતીને બાળકનું વજન કરવાનું છે તેમ કહીને બાળકને લઇ રફુચક્કર થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી. જો કે આરોપી મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી છે.
કિંજલ મિશ્રા, અમદાવાદ: અસારવાની સિવિલ હોસ્પિટલમાંથી શુક્રવાર (27 એપ્રિલ)ની સાંજે એક મહિલા 13 દિવસના બાળકનું અપહરણ કરી ફરાર થઇ ગઈ. આરોપી મહિલા દાંતાના દંપતીને સરકાર પ્રસુતિના રૂપિયા આપે છે તેમ કહી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવી હતી. ત્યારબાદ દંપતીને બાળકનું વજન કરવાનું છે તેમ કહીને બાળકને લઇ રફુચક્કર થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી. જો કે આરોપી મહિલાને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી છે.
VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલની ચોંકાવનારી ઘટના, 13 દિવસના બાળકનું અપહરણ
મળતી માહિતી મુજબ સવિતા નામની આ મહિલાની પોલીસે પાટણના બાલીસણા પાસેથી ધરપકડ કરી છે. આ મામલે અન્ય લોકોની પણ સંડોવણી હોવાની શંકા છે. ઘટના અંગે ચોંકાવનારી બાબત એ હતી કે અપહ્રત બાળકના પિતાએ જણાવ્યું કે અપહરણ કરનાર મહિલા આરોપી સવિતાબેને અપહરણ નો પ્લાન એક મહિના પહેલા જ કરી લીધો હતો . એક મહિના પહેલા આરોપી સવિતાબેન પાલનપુર બસ સ્ટેન્ડ પાસે આ દંપતીને મળ્યા અને આરોપી મહિલાએ ભોગ બનનાર મહિલાને સગર્ભા જોતા લાલચ આપી હતી અને ફોન નંબર લઇ સતત સંપર્કમાં હતી .
તેમના કહેવા મુજબ 10 દિવસ પહેલા બાળકનો જન્મ થતા આરોપી મહિલા સવિતાબેને દંપતીનો સંપર્ક કરી ગઈ કાલે તેમને પાલનપુર લેવા ગઈ હતી અને ત્યાર બાદ દંપતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવી બાળકનું વજન કરાવીને આવું છું તેમ કહી પ્લાનિંગ મુજબ બાળક લઇ ફરાર થઇ ગઈ. શાહીબાગ પોલીસે અપહરણ કરનાર સવિતાબેન નામની મહિલા સામે ગુનો નોંધ્યો હતો.