જય પટેલ/વલસાડ :હાલ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓને પોતાના વતન પહોંચવા સુધી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે વલસાડ જિલ્લાના તલવાડા બોર્ડર પર ફસાયેલા રાજસ્થાનવાસીઓ સાથે અનહોની ઘટના બની હતી. પરપ્રાંતિયોએ સાથે પોલીસની દબંગગીરી સામે આવી હતી. બોર્ડર પાર જવાની પરમિશન લઈને આવેલા રાજસ્થાનના લોકો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. પોલીસે પરપ્રાંતિયોને લોહીલુહાણ કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશ નહિ આપવાને લઈને પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લોકોએ આક્ષેપ હતો કે, મહિલા સહિત, વૃદ્ધોને પણ પોલીસે દંડાવાળી હતી. 


વડોદરા : કોરોના ફેલાવા માટે જમાતીને કસૂરવાર ગણતા જૈન મુનિ સૂર્યસાગર સામે ફરિયાદ નોંધાઈ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કહેરને કારણે છેલ્લા 45 દિવસથી વધુ સમયથી સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ છે. કોરોનાનું સંક્રમણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ન ફેલાય તે માટે તમામ રાજ્યોએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. જોકે લોકડાઉનમાં થોડી હળવાશ આપતાં સરકારે પરવાનગી સાથે અધવચ્ચે જ ફસાયેલા લોકોને પોતાના વતન જવાની છૂટ આપી છે. ત્યારે આજે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર બબાલ થઈ હતી. મુંબઈ તરફથી આવતાં રાજસ્થાની લોકોના મોટા ટોળાને પોલીસે ગુજરાતમાં પ્રવેશતા રોક્યા હતા. આમ અડધી રાતે પોલીસે મોટી સંખ્યામાં લોકોને રોકતા લોકો રોષે ભરાયા હતા અને લોકોએ પોલીસ વિરોધ હંગામો કર્યો હતો. જેને કારણે પોલીસે રોષે ભરાયેલા લોકો પર હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.


અમદાવાદના દરેક ઝોનમાં કોરોના કેટલો પ્રસર્યો, ZEE 24 કલાક પાસેથી જાણો આંકડા 


આમ પોતાના વતન જવા માટે તમામ તૈયારીઓ અને પૂરી પરવાનગી સાથે નીકળ્યા હોવા છતાં પોલીસ ગુજરાતમાં પ્રવેશતા રોકી રહી છે તેવા લોકોએ આક્ષેપો કર્યા હતા. દેશના અન્ય રાજ્યોની જેમ પોતાના રાજ્યના લોકોને દેશભરમાંથી પરત બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે રાજસ્થાન સરકાર દ્વારા હજુ સુધી આવી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવા આક્ષેપ સાથે આજે વતન રાજસ્થાન જવા નીકળેલા લોકો લોકોએ રાજસ્થાન સરકાર વિરુદ્ધ પણ રોષ વ્યક્ત કર્યો હતો અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અને રાજસ્થાન સરકાર વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર રાજસ્થાનવાસીઓએ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા. જોકે કલાકો સુધી લોકોને ગુજરાતમાં પ્રવેશ ન મળતા લોકો અધવચ્ચે જ મુશ્કેલીમાં મૂકાયા હતા. આમ મોટી સંખ્યામાં લોકોના વિરોધને જોતા ગુજરાત અને મહારાષ્ટ્રની પોલીસ દ્વારા બોર્ડરની બંને બાજુ વધુ પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર