ગાંધીનગર : ગુજરાતમાં હાલ કોરોનાને લઇને સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવેલું છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે માહિતી આપતા રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં સંક્રમણ ન ફેલાય તે માટે કાળજી સાથે લોકોની અગવડતા ઘટાડવા માટે તંત્ર દ્વારા જરૂરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધનું પાલન થાય તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. જ્યાં કાયદાનો ભંગ થઇ રહ્યો હોવાનું ધ્યાને આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અન્ય નાગરિકોનાં સ્વાસ્થય પર જોખમ ઉભુ થાય તેવી અનેક પ્રવૃતી હજી પણ પકડવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની CMએ કરી જાહેરાત, માત્ર 2 ટકાના વ્યાજે મળશે લોન


વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું અથવા તો પ્રતિબંધિત હોય તેવી ચીજોનું વેચાણ કરવું વગેરે જેવા બનાવો પોલીસ દ્વારા પકડામાં આવી રહ્યા છે. જે લોકોનું વાહન લોકડાઉન દરમિયાન અગાઉ પ પકડાયેલા હોય તેવા લોકો યોગ્ય કારણ વગર ફરી પકડાય તો તેમનું વાહન જપ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત 2 વ્હીલર પર 1થી વધારે લોકો 4 વ્હીલરમાં 2 થી વધારે લોકો મુસાફરી કરતા હોય તેવાી ધરપકડ કરવામાં આવી રહી છે. કોઇ પણ ધાર્મિક સ્થાનમાં ન જવા માટેની લોકોને અપીલ કરવામાં આવી હોવા છતા પણ લોકો આવું કરી રહ્યા છે. એક મંદિરમાં લોકો આરતી માટે ભેગા થવા અંગેના એક બનાવ પકડવામાં આવેલો છે. જે સંદર્ભે મંદિરના પુજારી સહિત 8 લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો છે.


કોરોનાને કારણે આઈસ્ક્રીમ વેચાણની મહત્વની સીઝન ગઈ પાણીમાં, કોઈ ખરીદવા તૈયાર નથી


લોકડાઉનમાં જેને મુક્તિ આપવામાં આવી છે તેવા વાહનો કે લોકો તેનો દુરૂપયોગ ન કરે તે માટે પણ પોલીસ નજર રાખી રહી છે. મુક્તિ અંગેના પાસ જે તંત્ર તરફથી અપાય છે તેનો પણ દુરૂપયોગ ન થાય તે માટે પણ પોલીસ સચેત છે. પાસનો યોગ્ય ઉપયોગ થઇ રહ્યો છે કે કેમ તેની પુરતી ખાત્રી કરવામાં આવે છે. યોગ્ય ન હોય તેવા 2 ગુના પણ દાખલ કરવામાં આવ્યું છે. ઉમરેઠ ખાતે એક કન્ટેનર પકડાયું છે જેમાં મજુરોને બીજા રાજ્યમાં લઇ જવાઇ રહ્યા હતા. જ્યારે તેમની પાસે મેડિકલ સપ્લાયનો પાસ હતો. લોકોને વતન મોકલવા માટે ટ્રેન, બસની વ્યવસ્થા થઇ છે ત્યારે લોકોનાં જીવ જોખમમાં મુકીને થતી હેરાફેરી ચલાવી લેવાશે નહી. આ વાહન જપ્ત કરીને તેના ડ્રાઇવર અને માલિક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વિની કુમાર 


પાલનપુર હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 51 લાખ રૂપિયાનાં દારૂ સાથે વાહન જપ્ત કર્યું. જેમાં ઇમરજન્સી સેવાઓ લખેલું ખોટુ સ્ટિકર મારવામાં આવ્યું હતું. રાજકોટ શહેર ખાતે પણ 2 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ થયો છે, જેમાં આરોપીઓ દ્વારા ખોટી રીતે પૈસા લઇને આંતર જિલ્લાના પાસ કાઢવાનું કૌભાંડ હતું. 


લોકડાઉનમાં શ્રમિકોને રોજગાર અપાવવા માર્ગ-મકાન વિભાગના 9-10 હજાર કરોડના કામ ફરી શરૂ કરાયા - નીતિન પટેલ
અમદાવાદ શહેરમાં ગઇકાલથી શાકભાજી અને કરિયાણાની દુકાનો ખુલવા માટેની છુટછાટ આપવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં પણ ઉદ્યોગો ચાલુ થયેલા છે. આ તમામ છુટછાટમાં લોકો યોગ્ય સાવચેતી રાખે તે જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે ખુબ જ જરૂરી છે. જો આવું નહી થતાનું ધ્યાને આવશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કાલે 100 નંબર પર આવેલી ફરિયાદોનાં આધારે આવા 36 ગુના દાખલ કરવામાં આવ્યા છે.


કોરોના સંકટમાં કોંગ્રેસ આવી મદદે, નાગરિકો માટે લોન્ચ કરી મોબાઈલ એપ
- અત્યાર સુધીમાં જપ્ત થયેલા વાહનો પૈકી કાલે 5672 વાહનો મુક્ત કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં 234692 વાહનો મુક્ત થયા છે. 
- સોસાયટીનાં સીસીટીવીનું મોનિટરિંગ કરીને આજ સુધીમાં કુલ 708 ગુનામાં 978 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
- ડ્રોનની મદદથી 204 ગુના કાલે દાખલ થયા, અત્યાર સુધીમાં કુલ 12840 ગુના દાખલ કરી 23272 લોકોની ધરપકડ કરાઇ છે. 
- સીસીટીવી ફુટેજનાં આધારે 100 ગુના દાખલ કરી 101 ગુના દાખલ કરવામાં આવ્યા છે. 3311 ગુના દાખલ કરીને 4453 લોકોની ધરપકડ
- સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ અત્યાર સુધીમાં 744 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરાવાયા છે. ખોટી માહિતી અથવા અફવા અંગેના કુલ 789 ગુનામાં 1618 આરોપીઓની ધરપકડ કરાઇ છે. 
- એએનપીઆર, વીડિયો ગ્રાફર, પીસીઆર, પ્રહરી જેવા ખાસ વાહનોની મદદથી ગઇ કાલે 305 ગુનાઓ અને આજ સુધીમાં 6823 ગુના દાખલ થયેલ છે.
- જાહેર નામા ભંગ 2218
- ક્વોરન્ટાઇન હોય અને કાયદા ભંગ 718
- અન્ય ગુના 616
-ગઇ કાલના કુલ ગુના 3552
- આજ દીન સુદી 161541
- આરોપી આટક કરેલા 4261
- જપ્ત થયેલા વાહનોની સંખ્યા 5828


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube