આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની CMએ કરી જાહેરાત, માત્ર 2 ટકાના વ્યાજે મળશે લોન

ગુજરાતની જનતા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત અંગે જણાવ્યું કે, નાના દુકાનદારો કે રિક્ષા ડ્રાઇવર બધા માટે એક લાખ રૂપિયા સુધીની લોન જેનું માર્કેટ ઇન્ટરેસ્ટ ૧૨ ટકા છે, તે લોન 2 ટકાએ આપવાની જાહેરાત  કરીએ છીએ. માત્ર અરજીના આધાર ઉપર એક લાખ રૂપિયા સુધીની લોન અપાશે. વાર્ષિક 2 ટકા વ્યાજ આપવાનું રહેશે. બાકીનું 6 ટકા ઇન્ટરેસ્ટ રાજ્ય સરકાર ચૂકવશે. ત્રણ વર્ષ બાદ ૬ ટકા વ્યાજ ચૂકવવું પડશે. વગર વ્યાજની જેમ પૈસા આપ્યા છે એવું અનુભવાશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાના લોકો આ રૂપિયાનો ઉપયોગ પોતાના ધંધામાં કરી શકશે.  

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની CMએ કરી જાહેરાત, માત્ર 2 ટકાના વ્યાજે મળશે લોન

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતની જનતા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત અંગે જણાવ્યું કે, નાના દુકાનદારો કે રિક્ષા ડ્રાઇવર બધા માટે એક લાખ રૂપિયા સુધીની લોન જેનું માર્કેટ ઇન્ટરેસ્ટ ૧૨ ટકા છે, તે લોન 2 ટકાએ આપવાની જાહેરાત  કરીએ છીએ. માત્ર અરજીના આધાર ઉપર એક લાખ રૂપિયા સુધીની લોન અપાશે. વાર્ષિક 2 ટકા વ્યાજ આપવાનું રહેશે. બાકીનું 6 ટકા ઇન્ટરેસ્ટ રાજ્ય સરકાર ચૂકવશે. ત્રણ વર્ષ બાદ ૬ ટકા વ્યાજ ચૂકવવું પડશે. વગર વ્યાજની જેમ પૈસા આપ્યા છે એવું અનુભવાશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાના લોકો આ રૂપિયાનો ઉપયોગ પોતાના ધંધામાં કરી શકશે.  બે મહિનાના લોકડાઉનને કારણે નાના લોકોને જે માર પડ્યો છે, એ તમામ નાગરિકો માત્ર ૬ થી ૧૨ મહિનામાં ફરી બેઠા થઈ જાય અને આત્મનિર્ભર થાય એ માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. 

આ યોજનાની સૌથી મોટો ફાયદો એ છે કે, છ મહિના સુધી વ્યાજ કે હપ્તાની રકમ ચૂકવવાની જરૂર નહિ  પડે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 10 લાખથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. સહકારી બેંકો અને ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ સોસાયટીઓ આ મામલે સહમત થયા છે. નિશુલ્ક વ્યવસ્થા બેંક કરશે. હું તમામ કો.ઓપરેટીવ બેંકોને અભિનંદન પાઠવું છું કે આ પ્રકારની યોજના માટે તેઓ સહમત થયા છે. પાંચેક હજાર કરોડ રૂપિયાનું ધિરાણ થવાનો અંદાજ છે. 

યોજના અંગેની વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું કે, આ યોજના 3 વર્ષ માટેની રહેશે. 220 અર્બન કો-ઓપરેટિવ બેંકો અને 18 ડિસ્ટ્રીક્ટ કોપરેટિવ બેંકમાં આ યોજના કાર્યરત રહેશે. ક્રેડિટ સોસાયટીઓ પણ આ યોજનામાં સામેલ થશે. તેના નિયમો અને અન્ય મામલાઓની જાહેરાત સરકાર જાહેરાત આપીને કરશે. ધોબી, વાળંદ, કટલેરી સ્ટોર જેવા નાના લોકો માટેની આ યોજના છે. બીજા રાજ્યોએ પોતાના નાગરિકોને માત્ર પાંચ હજાર રૂપિયા આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news