મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા કરોડોની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યા છે. ત્યારે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે 3 અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઇને જયેશ પટેલા વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ પણ જાહેર કરાવમાં આવી છે. તેમજ સાથે સાથે પોલીસે તેને ભાગેડુ પણ જાહેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમિત શાહ ભાજપના નેતાઓ સાથે કરી બેઠક, ચૂંટણીમાં હારને લઇને લીધો ક્લાસ


જામનાગરમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ તેમજ તેના વકીલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભૂમાફિયા જયેશ પટેલ સામે 3 જુદી જુદી ફરિયાદ નોંધાઇ છે. જેમાં 7.5 કરોડ, 10 કરોડ અને 12.5 કરોડ રૂપિયા એમ કુલ 30 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.


આ પણ વાંચો:- ભાવનગર: સત્યનારાયણ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા


જામનગરના ગ્રીન સીટી વિસ્તારમાં કરોડોની જમીન પચાવી પાડવા મામલે જયેશ પટેલ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે. આ સાથે પોલીસ દ્વારા જયેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત જયેશ પટેલ અગાઉ પણ 100 કરોડના જમિન કૌભાંડ અને વકીલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...