અમિત શાહ ભાજપના નેતાઓ સાથે કરી બેઠક, ચૂંટણીમાં હારને લઇને લીધો ક્લાસ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયા અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ સાથે બેઠક કરી હતી
Trending Photos
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયા અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ સાથે બેઠક કરી હતી. પેટા ચૂંટણીમાં રાધનપુર, થરાદ અને બાયડની ચૂંટણીમાં ભાજપની હારને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે પ્રદેશ ભાજપના નેતાઓના કલાસ લીધા હતા. ત્યારે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ક્યાં કારણોસર હાર થઈ તેના રિપોર્ટ માગ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 25 અને 26 ઓક્ટોબર ગુજરાતમાં વિકાસના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશ. આ ઉપરાંત પરિવાર સાથે દિવાળીનો સમય પસાર કરશે. તેઓ પોતાના મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે 9:45થી 10:00 વાગ્યા સુધીમાં ગાંધીનગર કોર્પોરેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું લોકાર્પણ કરવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.
જે મુજબ હવે તેઓ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલનું ઉદ્ઘાટન અમિત શાહ મહાનગરપાલિકાની કચેરી જઈને નહીં કરે. પરંતુ મહાત્મા મંદિરમાં યોજાયેલ આ કાર્યક્રમો દરમિયાન જ રિમોટ કન્ટ્રોલથી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કમાલ એન્ડ કંટ્રોલનું લોકાર્પણ કરશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાનગરપાલિકાની કચેરીએ જઈને કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર નું ઉદ્ઘાટન કરવાના હતા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે