પોલીસે કોમ્બિંગ શરૂ કરતા ટેકનોલોજીથી સજ્જ ગુનેગારોએ બચવા ગોઠવ્યા CCTV
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પોલીસે ભાંગફોડીયા તત્વો અને કુખ્યાત આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. અમદાવાદમાં ઝોન 6 ડીસીપીએ 300થી વધું પોલીસ કાફલા સાથે ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું અને નાસતા ફરતા 45 જેટલા આરોપીઓને સમન્સ પાઠવી 6૦૦ જેટલા ઘરોમાં વેરિફિકેશન કામગીરી કરવામાં આવી.
મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પોલીસે ભાંગફોડીયા તત્વો અને કુખ્યાત આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. અમદાવાદમાં ઝોન 6 ડીસીપીએ 300થી વધું પોલીસ કાફલા સાથે ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું અને નાસતા ફરતા 45 જેટલા આરોપીઓને સમન્સ પાઠવી 6૦૦ જેટલા ઘરોમાં વેરિફિકેશન કામગીરી કરવામાં આવી.
શહેરના ચંડોળા તળાવ આસપાસનો વિસ્તારતો જાણે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે કે રહેવા માટે જ હોય તેવું માનવામાં આવે છે. અનેક વખત પોલીસે ખાનગી રીતે ચેકિંગ કરતી હોય છે પણ પરિણામ શૂન્ય જ મળે છે. ત્યારે શહેર પોલીસે આ વખતે કોમ્બિંગની અનોખી શરૂઆત કરી છે. મંગળવારે ઝોન 6 ડીસીપી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખી ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ કોમ્બિંગ ગુજરાતમાં ઈલેકશન આવે તેની તૈયારીનાં ભાગરૂપે ભાંગફોડીયા તત્વોને ડામવા માટે હતું.
300થી વધુ પોલીસ કાફલા સાથે અલગ અલગ ટીમો બનાવી ચંડોળા વિસ્તારમાં પોલીસે 600થી વધુ ઘરોમાં વેરીફીકેશન કર્યું. આમ તો પોલીસ પુરાવા માટે CCTV ફૂટેજ લેતી હોય છે. પણ ચંડોળા વિસ્તારમાં પોલીસથી બચવા લિસ્ટેડ ગુનેગારે ઘરની બહાર CCTV લગાવ્યાનું જોવા મળ્યું એટલુંજ નહિ ઘર બહાર લોક કરી વોચ માટે પાલતુ ડોગ પણ રાખેલા જોવા મળતા પોલીસે ઘરનું તાળું તોડી તપાસ કરી અને તપાસ કરતા ઘરમાંથી દેશી દારૂ મળી આવતા અગાઉની પ્રવૃત્તિ જાણવા DVR પણ કબ્જે કરવામાં આવ્યું હતું.
સુરતથી લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પોલીસનાં કોમ્બીગ દરમ્યાન દારૂનાં 11 કેસો પણ કરવામાં આવ્યા સાથે સ્થાનિક નાસતા ફરતા વોન્ટેડ 45 જેટલા આરોપીને સમન્સ આપવામાં આવ્યા. તો જુગાર અને પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે જોડાયેલા 65 જેટલા જાણીતા ગુનેગારોનાં ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, પોલીસને ચેકિંગ દરમ્યાન શકાસ્પદ ઘર બંધ મળી આવતા CCTV ફૂટેજ મેળવવા DVR પણ કબજે કર્યું હતું.
છોકરીઓની છેડતી કરતા રોમિયોના હવે ભુક્કા, ઉત્તર ગુજરાતની 600 દિકરીનું ‘મિશન સાહસી’
સામાન્ય રીતે પોલીસ કોમ્બિંગ દરમ્યાન વોન્ટેડ અને લીસ્ટેડ ગુનેગારોની દેખરેખ રાખતી હોય છે. પણ પહેલી વખત ઝોન 6 ડીસીપીની આગેવાનીમાં પોલીસની અલગ અલગ ટીમોએ ટ્રાફિકને લગતી કામગીરી પણ કરી અને પુરાવા વગરનાં 43 જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા. સાથે જ ચંડોળા વિસ્તારમાં રેહતા તમામ લોકોની ઓળખ પણ કરી હતી.