બેવડી નીતિ? પોલીસે રથયાત્રાને મંજૂરી નથી આપી પરંતુ બંદોબસ્તની અભુતપૂર્વ તૈયારી શરૂ
રથયાત્રામાં પોલીસ જવાનો સાથે લશ્કરી અર્ધ લશ્કરી દળની 40 કંપની, જેલ પોલીસ, એસીબી, એસઓજી અને ગુપ્તચર વિભાગની અનેટ ટિમોને કામે લગાડવામાં આવી છે. આ તમામ વિભાગનાં 25 હજારથી પણ વધારે જવાનો તહેનાત રહેશે. ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો, પાટીદાર અનામત આંદોલન કે અત્યાર સુધીની કોઇ પણ રથયાત્રા કરતા આ રથયાત્રામાં વધારે બંદોબસ્તની વ્યસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ : રથયાત્રામાં પોલીસ જવાનો સાથે લશ્કરી અર્ધ લશ્કરી દળની 40 કંપની, જેલ પોલીસ, એસીબી, એસઓજી અને ગુપ્તચર વિભાગની અનેટ ટિમોને કામે લગાડવામાં આવી છે. આ તમામ વિભાગનાં 25 હજારથી પણ વધારે જવાનો તહેનાત રહેશે. ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા તોફાનો, પાટીદાર અનામત આંદોલન કે અત્યાર સુધીની કોઇ પણ રથયાત્રા કરતા આ રથયાત્રામાં વધારે બંદોબસ્તની વ્યસ્થા કરવામાં આવી છે.
કાર કૌભાંડ: ક્રાઇમબ્રાંચના 2 કોન્સ્ટેબલની કિંમત PI કરતા પણ વધારે ! ભીનુ સંકેલવાનો પ્રયાસ?
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રામાં ઉમટતા માનવ મહેરામણને કાબુમાં રાખવો પોલીસ માટે મોટો પડકાર હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની સ્થિતીના કારણે લોકો રથયાત્રામાં ન આવે તે જોવું પોલીસ માટે મોટો પડકાર રહેશે. પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા દ્વારા એસઆરપી અને સીઆરપીએફની 40 કંપનીઓની માંગણી કરી હતી. આ તમામ ફોર્સ 17 જૂને અમદાવાદને ફાળવી દેવામાં આવશે.
24 જૂન સુધી એટલે કે રથયાત્રા પુર્ણ થાય ત્યા સુધી અમદાવાદમાં જ રથયાત્રાના બંદોબસ્ત માટે રહેશે. જેથી 17 જૂનથી જ પોલીસ, અર્ધલશ્કરી દળો અને લશ્કરી દળો સહિતની તમામ એજન્સીઓ 17 તારીખથી જ રથયાત્રાનાં રૂટ પર પેટ્રોલિંગ, ફૂટમાર્ચ સહિતની કાર્યવાહી આરંભી દેશે. જો કે રથયાત્રા અંગે પણ હજી અવઢવ છે. તંત્ર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ગુંચવાડો છે. જે ટુંક સમયમાં ઉકેલ આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube