કાર કૌભાંડ: ક્રાઇમબ્રાંચના 2 કોન્સ્ટેબલની કિંમત PI કરતા પણ વધારે ! ભીનુ સંકેલવાનો પ્રયાસ?
Trending Photos
અમદાવાદ : લોકડાઉનમાં કંપનીમાં ગાડી ભાડે મુકવાનાં બહાને અન્ય વ્યક્તિ પાસે ગીરવે મુકીને છેતરપીંડી કરવાનાં કૌભાંડે મોટુ સ્વરૂપ લેતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં પીઆઇ અને તેના વહીવટદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે આ કાર કૌભાંડનાં તાર ક્રાઇમબ્રાંચ સાથે જોડાતા હોવાનું પોલીસ બેડામાં ચર્ચા છે. પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલ મુદ્દે ભીનુ સંકેલી લેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
જો કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓ સામે જ કાર્યવાહી થઇ અને ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલ સામે કાર્યવાહી નહી થતા પોલીસ કર્મચારીઓમાં પણ છાને ખુણે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ કર્મચારીઓની માંગ છે કે જો આ મુદ્દે પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તટસ્થ તપાસ કરાવવામાં આવે તો ક્રાઇમબ્રાંચના ન માત્ર 2 કોન્સ્ટેબલ પણ અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નામ પણ સામે આવી શકે છે.
ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલને બચાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સેટેલાઇટ પીઆઇના માથે તમામ દોષનો ટોપલો ઢોળીને તેને સસ્પેંન્ડ કરી દેવામાં આવ્યા છે.જેના કારણે ક્રાઇમબ્રાંચના કોન્સ્ટેબલની કિંમત પોલીસ ઇન્સપેક્ટર કરતા પણ વધારો હોવાનો એક ખોટો મેસેજ ન માત્ર બેડામાં ગયો છે પરંતુ નાગરિકોમાં પણ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે