મુસ્તાક દલ/જામનગરઃ જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ટાઇમ બોમ્બ હોવાના સમાચાર મળતાની સાથે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિતનો પોલીસ કાફલો, ડોગ સ્કવોડ અને બીડીએસ તેમજ બોમ્બ સ્ક્વોડ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અહીં, એક કચરાપેટી પાસે પૂઠાનું એક બોક્સ ઈલેક્ટ્રીક ટેપમાં બાંધેલું પડ્યું હતું. જોકે, પોલીસે જ્યારે ખોલીને જોયું તો તેમાં 10 સુતળી બોમ્બ અને તેના ઉપર એક ઘડિયાળ બાંધેલી નિકળી હતી. આ જોયા બાદ પોલીસે રાહતના શ્વાસ લીધા હતા. જોકે, આ ઘટનામાં પોલીસ માટે ખોદ્યો ડૂંગર અને નિકળ્યો ઉંદર જેવા ઘાટ સર્જાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરના કૃષ્ણનગરની શેરી નંબર 1 પાસે રસ્તા પર કચરાના ઢગલા પાસે કોઇ વ્યક્તિ ટાઈમ બોમ્બ મૂકી ગયું હોવાની આ વિસ્તારના રહેવાસી રાણાભાઈ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. કન્ટ્રોલ રૂમમાં બોમ્બનો ફોન જતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર શહેરમાં બોમ્બની અફવાએ ભારે ઉહાપોહ મચાવી દીધો હતો. જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો પ્રત્યક્ષ દર્શીએ આપેલા સરનામા પર દોડી આવ્યો હતો. 


[[{"fid":"200586","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રણવ મુખરજી, નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકાને 'ભારત રત્ન' સન્માન


પોલીસ તેની સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડ પણ લઈને આવી હતી. પોલીસે જ્યારે ઘટનાસ્થળે આવીને તપાસ કરી તો કચરાપેટી પાસે એક બોક્સ મળ્યું હતું, જેને ઈલેક્ટ્રીક ટેપ વડે ફીટ બાંધીને ટાઈમ બોમ્બ જેવો આકાર આપવામાં આવ્યો હતો. આવું બોક્સ જોઈને પોલીસ પણ બે ઘડી તો ચોંકી ગઈ હતી. ત્યાર બાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા અહીં હાજર લોકોને દૂર ખસેડીને બોક્સ ખોલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 


રાષ્ટ્રપતિનું ગણતંત્ર દિવસ પૂર્વે રાષ્ટ્રજોગ સંબોધન: વિવિધતામાં જ આપણી શક્તિ


બોમ્બ સ્કવોડે તેના સાધનો વડે ધીમે-ધીમે બોક્સ ખોલવાની શરૂઆત કરી હતી. પોલીસની સાથે-સાથે લોકોના શ્વાસ પણ ઊંચા જતા હતા. બોક્સના અંદર ઘડિયાળ હોવાથી ટિક-ટિક અવાજ પણ આવતો હતો. પોલીસે જ્યારે આખું બોક્સ ખોલી નાખ્યું તો તેના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. કોઈ ટિકળખોરે બોક્સમાં 8થી10 જેટલા સુતળી બોમ્બ મુકીને તેના ઉપર ઘડિયાળ બાંધી દીધી હતી.


આ કોઈ ટાઈમ બોમ્બ નહીં પરંતુ માત્ર ભયનો માહોલ પેદા કરવા માટે કોઈ અજાણ્યા શખ્સોએ આ કામ કર્યું હોવાનું જાણી પોલીસે હાશકારો અનુભવ્યો હતો. હવે પોલીસે કયા અજાણ્યા શખ્સો દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું તેની તપાસ હાથ ધરી છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...