ઉદય રંજન/ અમદાવાદ : દેશભરમાં ગેંગરેપની ઘટનાને લઇને વિરોધ્ધ થઇ રહયા છે, ત્યારે અમદાવાદમાં એક માસ અગાઉ થયેલ શ્રમિક મહિલા સાથે ગેંગરેપ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પકડવા માટેથી 11 વર્ષના બાળકે ક્રાઇમ બ્રાન્ચને મોટી મદદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દાહોદનો રહેવાસી છે. અમદાવાદમાં છૂટક મજૂરી કરે છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાર બાદ મહિલા સાથે બંને આરોપીઓ દુષ્કર્મ કર્યુ હતું. જો કે કેસ જે પ્રકારે ઉકેલાયો તે ખુબ જ રોમાંચક છે. ગેંગરેપનો ભેદ ભોગબનનારનો એક મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી સુધી લઇ ગઈ હતી. જોકે, આ બાળકનું કામ ખૂબ પ્રસંશનીય છે. જેના કારણે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે.  અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક માસ અગાઉ થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે  એક આરોપીની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update : રાજ્યમાં 1327 નવા કોરોના દર્દી, 1405 સાજા થયા, 13 લોકોનાં મોત


દુષ્કાર્મ બાદ પણ આરોપીઓ મહિલાને માર મારી તેની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ પણ લૂંટી ગયા હતા. પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તપાસ શરૂ કરી તો મહિલાનો મોબાઈલ એક 11 વર્ષના બાળક પાસે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાળકની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને આ મોબાઈલ આરોપી પપ્પુ પાસેથી 300 રૂપિયામાં લીધો હતો. 


વિદ્યાર્થીઓ આનંદો ! કોર્સમાં 70 ટકા જેટલો કાપ મુકાયો, 21 મેથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે


જોકે બાળક પપ્પુને સારી રીતે જાણતો નહતો. પોલીસે બાળકને સાથે રાખી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ઘણી મહેનત બાદ આરોપી સુધી પહોંચી હતી. આરોપી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ મજૂરી કરે છે. મળતી માહિતી પ્રમાણે આરોપીના સાતેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા. 8 મહિના પહેલા તેની પત્ની સાથે જેતપુર જવા બબાલ થઈ હતી. ત્યારથી આરોપી રેન બસેરામાં એકલો રેહતો હતો.


સલમાનને ડ્રગ્સ પહોંચાડનાર મુખ્ય આરોપીની સુરત ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ


નોંધનીય છે કે હાલ પણ એક આરોપી ફરાર છે. જેને પકડવા કાર્યવાહી ચાલુ છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી સાબરમતી પોલીસને સોંપવા કાર્યવાહી કરી રહી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ACPનું કહેવું છે કે, આ મામલે અમારી ટિમ મહેનત કરી રહી હતી અને અમને 11 વર્ષના બાળકે ખૂબજ મદદ કરી છે. એક આરોપી સુધી પહોંચી ગયા.હાલ બીજા આરોપીને પકડવા ટિમ કામ કરી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube