ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યભરમાં માસ્ક ન પહેરનારાઓ પર તવાઈ મૂકાઈ છે. માસ્ક ન પહેરનારાઓ પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ચોંકનાવારી ઘટના બની છે. માસ્ક ન પહેરતા પોલીસે યુવકને માર માર્યો છે. અમદાવાદના સોશિયલ મીડિયામા આ વીડિયો વાયરલ થયો છે. પોલીસે યુવકને લાઠીથી માર માર્યો હતો. આ વીડિયો અમદાવાદના ખોખરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર મામલો સામે આવતા ઝો-5 ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે. 


આ પણ વાંચો : ધક્કા ખાવા છતાં પણ નોકરી ન મળતા એન્જિનિયર ભાઈ-બહેનોએ શરૂ કર્યો ચાનો સ્ટોલ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ભરત ભરવાડ એક વ્યક્તિને જાહેરમાં માર મારી રહ્યાં છે. આ ઘટના મંગળવારની છે. જેમાં પોલીસ કર્મચારી બપોરના સમયમાં ખોખરા વિસ્તારની એક સોસાયટીમાં આવ્યા હતા. ત્યારે તેઓએ સોસાયટીમાં એક વ્યક્તિ પાસે ગોડી રોકી હતી. આ વ્યક્તિ માસ્ક વગર ફોન પર વાત કરી રહ્યો હતો. ભરત ભરવાડ અને બીજી વ્યક્તિ વચ્ચે વાતચીત ચાલી હતી. જેના બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ભરત ભરવાડે બોચી પકડીને યુવકને માર માર્યો હતો. એટલુ જ નહિ, ગાડીમાઁથી લાકડી કાઢીને પણ તેને માર માર્યો હતો. ભરત ભરવાડે યુવકને ચાર પાંચ દંડા પણ માર્યા હતા. ત્યારે ત્યા હાજર સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ યુવકને બચાવે છે. 


આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈએ પોતાના મોબાઈલમાં લીધો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા એસીપીને તપાસ સોંપાઈ છે. આ મામલે ઝોન 5 ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે. ત્યારે સવાલ એ છે કે, શું ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પીઆઇ આ ઘટના મામલે તપાસ કરશે અને પોલીસકર્મી ભરત સામે પગલાં લેશે??


આ પણ વાંચો : વડોદરાના તબીબનો મોટો ખુલાસો, શિયાળાની મોર્નિંગ વોકથી કોરોના સંક્રમણ વધુ ફેલાય છે