અમદાવાદ: ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવતા PI ક્વોરન્ટાઇન, સેંકડો પોલીસ કર્મી પોઝિટિવ
કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લગાવાયેલું છે. આ લોકડાઉનમાં ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારી અને મીડિયા સહિતનાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોતાની તમામ શક્તિ સાથે લડાઇ લડી રહ્યા છે. જો કે જેના કારણે ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી અને સફાઇ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકડાઉન લગાવાયેલું છે. આ લોકડાઉનમાં ડોક્ટર, પોલીસ, સફાઇ કર્મચારી અને મીડિયા સહિતનાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ પોતાની તમામ શક્તિ સાથે લડાઇ લડી રહ્યા છે. જો કે જેના કારણે ફ્રન્ટલાઇન વોરિયર્સ તેવા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી અને સફાઇ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.
જાફરાબાદ: ખલાસીઓનો 2 મહિનાનો પગાર કપાતા તોફાન, 8 ટિયરગેસનાં શેલ છોડાયા
વેજલપુરમાં પીઆઇના ડ્રાઇવરનો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. પીઆઇ પોતે ક્વોરન્ટાઇન થઇ ગયા છે. વેજલપુરનાં પોલીસ ઇન્સપેક્ટર ઓડેદરા ના ડ્રાઈવરનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના પગલે પીઆઇ પોતે તો ક્વોરન્ટાઇન થયા છે સાથે સાથે અન્ય કર્મચારીઓ પણ જે તેના સંપર્કમાં હોય તેને ક્વોરન્ટાઇન થવા માટે જણાવાયું છે.
પાવાગઢમાં ઘર કંકાસથી કંટાળીને સગી જનેતાએ પોતાનાં 2 બાળકોની હત્યા કરી
આજની તારીખે પોલીસનાં કુલ 57 એક્ટીવ કોરોના પોઝિટિવ કેસ છે. જેમાં 41 પોલીસ તથા 16 અન્ય ફોર્સનાં જવાનો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 240 અધિકારીઓ અને કર્મચારીઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલા છે. આજનો કેસ એડ કરીએ તો કુલ 58 પોલીસ જવાનો કોરોના એક્ટિવ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અમદાવાદમાં 20 મેથી અત્યાર સુધીમાં 120 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે પૈકી 75 સાઝા થઇ ચુક્યા છે. જ્યારે 45 જેટલા પોલીસ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે, અથવા તો તેઓ એક યા બીજા કારણથી ક્વોરન્ટાઇન થયા છે.
મૃત્યુદર મુદ્દે કોરોના ગુજરાતનો રેકોર્ડ ખુબ જ ખરાબ, સરકારનાં સબસલામતના દાવા
SRP ની વાત કરીએ તો 175 જેટલા પોઝિટિવ છે અને જેની સામે 150 જેટલા સાજા થઇ ચુક્યા છે. જો કે સૌથી આઘાતજનક બાબત છે કે અમદાવાદનાં 2 પોલીસ કર્મચારી અને 1 એસઆરપી સહિત કુલ 3 પોલીસ કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ઝડપે માત્ર કોન્સ્ટેબલ જ નહી પીએસઆઇ, પીઆઇ અને ડીવાયએસપી અને એસપી રેન્કના કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર