Heart Attack : આજકાલ ગમે ત્યારે હાર્ટએટેક આવી જાય છે, આવામાં જો તમે સીપીઆર આપતા તાલીમ લીધી હોય તો તમે કોઈનો પણ જીવ બચાવી શકો છો. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં એક ભક્ત માટે ડાકોરના ઠાકોર એક પોલીસ જવાનના રૂપમાં આવ્યા હોય તેવુ લાગ્યુ હતું. આ ભક્તને મંદિરના પ્રાંગણમાં હાર્ટએટેક આવ્યો હતો. પરંતુ ત્યા હાજર પોલીસ જવાનોએ તેમને સમયસર સીપીઆર આપ્યુ હતું અને ભક્તનો જીવ બચાવ્યો હતો. ત્યારે ખુદ ડાકોરના ભગવાને જીવ બચાવ્યો હોય તેવુ લાગ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાધામ ડાકોર મંદિરમાં રવિવારે ભક્તોની ભારે ભીડ હતી. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આવી ચઢ્યા હતા. ત્યારે આવામાં એક સ્થાનિકને મંદિરની બહાર હાર્ટએટેક આવ્યો હતો. ત્યારે ડાકોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને PSI દ્વારા તાત્કાલિક પીડીતને CPR આપવામાં આવ્યું હતું. આ કારણે શખ્સનો જીવ બચી ગયો હતો.


યુકેમાં આ કોર્સ કર્યો તો નોકરી પાક્કી સમજો, PR મળતા પણ વાર નહિ લાગે


હેડ કોન્સ્ટેબલ અંબાલાલ ડાકોર અને પીએસઆઈ એએસ ચૌધરીએ સતર્કતા દાખવીને વ્યક્તિને સમયસર સીપીઆર આપ્યુ, જેથી યુવક ભાનમાં આવ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આમ, આ ઘટનાનો વીડિયો ત્યા હાજર કોઈ ભક્તે પોતાના કેમેરામાં લીધો હતો, પંરતુ ચારેતરફ આ બંને પોલીસ જવાનોના વખાણ થયા હતા. તેમને કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો હતો. 


અમદાવાદના આ રસ્તા પર પીળા કલરનું બોક્સ દેખાય તો ઉભા રહેજો, નહિ તો દંડ થશે


હાર્ટએટેકથી કોઈના મોતના તમાશો ન જોતા
ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ શહેરોમાંથી હાર્ટએટેકથી મોતના ખબર આવી રહ્યાં છે. સમયસર સારવાર ન માળતા છાતીમાં દબાણ વધતા લોકો મોતને ભેટી રહ્યાં છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, હવે નાના બાળકો અને કોલેજમાં ભણવા વિદ્યાર્થીઓ પણ તેના શિકાર થઈ રહ્યાં છે. સરકાર માટે પણ આ બાબત ચિંતાજનક બની ગઈ છે. જોકે, હાર્ટએટેકને ટાળવાનો એક જ ઉપાય છે સીપીઆર. જો વ્યક્તિને સમયસર સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. પરંતુ આપણે ત્યા એ અવેરનેસ નથી. પરંતુ હવે સમય આવી ગયો છે કે, દરેક વ્યક્તિએ સીપીઆર આપવાની ટ્રેનિંગ લઈ લેવી જોઈએ. ઘર, ઓફિસ, શૈક્ષણિક સંસ્થા ગમે ત્યા જ આવી રીતે કોઈ ભોગ બને તો સીપીઆરથી તમે તેનો જીવ બચાવી શકો છો. હવે સમય આવી ગયો છે કે, શાળા લેવલે વિદ્યાર્થીઓને સીપીઆર આપવાની તાલીમ આપવામા આવે છે. 


આ સ્વિત્ઝર્લેન્ડ નહિ, વાદળોની ફૌજ વચ્ચે ઢંકાયેલુ પાવાગઢ છે, એકાએક બદલાયો નજારો


ઘરમાં એક જણાને CPR આપતા આવડવું જોઇએ
સીપીઆરમાં વ્યક્તિની છાતી પર દબાણ બને છે. જેનાથી બ્લડ ફ્લોને ઠીક કરવામાં મદદ મળે છે. તમારાં બંને હાથને દર્દીની છાતીની વચ્ચે રાખો અને 100થી 120 પ્રતિ મિનિટના દરે જોરથી છાતી પર ધક્કો (Pressure) આપો. દરેક ધક્કા બાદ છાતીને પોતાની સામાન્ય સ્થિતિમાં આવવા દો. ઇમરજન્સી હેલ્પ પહોંચે ત્યાં સુધી આવું કરતાં રહેવું.


પાળતૂ શ્વાનના કેન્સરની સફળ સર્જરી, તસવીરોમાં જુઓ કેવી રીતે કરાયું ઓપરેશન