યુકેમાં આ કોર્સ કર્યો તો નોકરી પાક્કી સમજો, PR મળતા પણ વાર નહિ લાગે
Study Abroad : જો તમે યુકેમા ભણવા માટે જવા માંગો છો તો નર્સિંગના કોર્સ પર પસંદગી ઉતારી શકો છો. યુકેમાં હજારો વિશ્વ પ્રસિદ્ધ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ આવેલી છે. યુકેમાં નર્સિંગનો કોર્સ કર્યો હોવાનું લાયસન્સ તમને હેલ્થકેર સેક્ટરમાં અઢળક તકો ખૂલી જશે
Trending Photos
Jobs In UK : ધોરણ-12 પછી કયા ફિલ્ડમાં જવુ, કઈ સ્ટ્રીમમાં એડમિશન લેવું તેનુ ટેન્શન વિદ્યાર્થીઓ અને વાલીઓને હોય છે. મોટાભાગે બધા એન્જિનિયરિંગ, ડોક્ટર, એમબીએસ તરફ વળે છે. પરંતુ એક કોર્સ એવો છે, પણ જેને કરતા જ તરત નોકરી મળી જાય છે. અને જો તમારો વિદેશમાં જવાનો પ્લાન હોય તો આ કોર્સ થકી તમે વિદેશમાં પણ સારા પેકેજની નોકરી મળી જશે. દેશ અને દુનિયામાં બીએસસી નર્સિંગ કરનારાઓની ડિમાન્ડ છે અને તેમને તુરંત નોકરી મળી જાય છે. આ નિર્ણયથી દેશ અને દુનિયાની જરુરીયાત પુરી થઈ શકશે. આજે ભારતીય નર્સિસ દુનિયાના કેટલાય દેશોમાં પોતાની સેવા આપી રહી છે. પરંતુ યુકેના નર્સિંગ કોર્સની ડિમાન્ડ આખા વિશ્વમાં છે. કારણ કે, અહી બેસ્ટ નર્સિંગ સ્કૂલ્સ આવેલી છે. જો તમે વિશ્વની ટોચની હોસ્પિટલોમાં નોકરી કરવા માંગો છો, તો અહીંની નર્સિંગ કોલેજમાં શિક્ષણ મેળવો, નોકરી તમને શોધતી આવશે.
અનેક દેશોમાં નર્સિંગની ડિમાન્ડ
વિશ્વભરમાં નર્સની ડિમાન્ડ સતત વધી રહી છે. આ એક હાઈપ્રોફાઈલ જોબ ગણવામાં આવે છે. લોકો ભલે તેને સેવાના કામ સાથે જોડાતા હોય, પરંતુ તેમાં સારુ પેકેજ પણ મળી રહે છે. તમે નર્સિંગ બેસ્ટ કરિયર બનાવી શકો છો. ખાસ કરીને કોરોના મહામારી બાદ વિશ્વભરમાં આ ફીલ્ડમાં રોજગારીની અનેક તકો છે.
જો તમે યુકેમા ભણવા માટે જવા માંગો છો તો નર્સિંગના કોર્સ પર પસંદગી ઉતારી શકો છો. યુકેમાં હજારો વિશ્વ પ્રસિદ્ધ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ આવેલી છે. યુકેમાં નર્સિંગનો કોર્સ કર્યો હોવાનું લાયસન્સ તમને હેલ્થકેર સેક્ટરમાં અઢળક તકો ખૂલી જશે. સાથે જ તમે ત્યાં અનુભવ પણ મેળવી શકો છો. તમને સવાલ થશે કે યુકે જ કેમ. તમને જણાવીએ કે યુકેમાં નર્સિંગ એજ્યુકેશન બેસ્ટ છે. તેની નામના આખા વિશ્વમાં છે. સાથે જ તેમાં સાયકોલોજી, કમ્યુનિકેશ, પ્રોફેશનલ એથિક્સ પણ શીખવાડવામાં આવે છે, જે બેસ્ટ નર્સ બનાવે છે.
યુકેની બેસ્ટ નર્સિંગ સ્કૂલ્સ
- યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ
- કિંગ્સ કોલેજ લંડન
- યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર
- યુનિવર્સિટી ઓફ સાઉથેમ્પ્ટન
- યુનિવર્સિટી ઓફ સરે
- ગ્લાસગો યુનિવર્સિટી
- યુનિવર્સિટી ઓફ નોટિંગહામ
- યુનિવર્સિટી ઓફ લીડ્ઝ
- યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ
- યુનિવર્સિટી ઓફ વોરવિક
- યુનિવર્સિટી ઓફ લિવરપૂલ
- યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિઆ
- યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ
- યુનિવર્સિટી ઓફ યોર્ક
- યુનિવર્સિટી ઓફ એસેક્સ
યુકેની આ નર્સિંગ કોલેજમાં વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે. જો તમે નર્સિંગ માટે એડમિશન લેવા માંગો છો તો સૌથી પહેલા આ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે તે ચેક કરી લો. તેની ફી, તેનુ સ્ટ્રક્ચર વગેરે ચેક કરીને જ એડમિશન પ્રોસેસ આગળ વધારવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે