વધતા ઓનલાઇન ફ્રોડને ડામવા પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેક્ટ લોન્ચ
વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા જ અનેક પ્રકારના સાયબર ક્રાઇમમાં વધારો થયો છે. ત્યારે પોલીસ સામે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને અટકાવવા પોલીસ માટે પડકારરૂપ બની રહે છે. જેથી પોલીસ દ્વારા 11મી જાન્યુઆરીથી સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
ઉદય રંજન/ અમદાવાદ : વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા જ અનેક પ્રકારના સાયબર ક્રાઇમમાં વધારો થયો છે. ત્યારે પોલીસ સામે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને અટકાવવા પોલીસ માટે પડકારરૂપ બની રહે છે. જેથી પોલીસ દ્વારા 11મી જાન્યુઆરીથી સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરમાં 50 કરોડના વિકાસ કામોનું ખાતમુહર્ત, વંચિત વિસ્તારો હવે સુવિધા યુક્ત બન્યા
11મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે સીસીટીવીના એવા નેટવર્ક જેના થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહે. અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ એમ બંન્ને રીતે કામ કરશે. જ્યારે ડીજીટલ જમાનામાં ઇન્ટરનેટ વગર ચાલી શકે તેમ નથી.
આવતીકાલે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, તેની કેવી અસર પડશે તે જાણી લેજો
જો કે ડીજીટલ સ્પેસમાં ગુનેગારો પણ ગુનો આચરવા માટે નતનવા કીમીયા અપનાવતા હોય છે. સાયબર ક્રાઇમ આજની તારીખમાં સૌથી વધી રહેલા ગુનાઓ છે. ત્યારે સાયબર ક્રાઇમને નાથવા, કંટ્રોલ કરવા માટે તેમજ નાગરિકાના જીવનને વધુ સુરક્ષિત કરતા અને ડીજીટલ સ્પેસમાં આવા કોઇપણ સાયબર ક્રાઇમના ગુના ન બને તે હેતુથી સાયબર અશ્વસ્ત નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પોલીસ અધિકારી કર્મચારીને એવા પ્રકારની તાલીમ આપવામાં આવી છે કે કોઇપણ ગુનાને રોકવામાં કે બની જાય પછી જનતાના રૂપીયા સાયબર ફ્રોડ મારફતે ગુનેગાર પાસે ન જાય અને પરત મળે તે પ્રકારની સુવ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube