આવી છે સ્થિતિ પ્રજાની `સુરક્ષા` કરી પરિવારનું `કવચ` બનનાર ખાખીની
કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરની પોલીસ હાલ યોધ્ધાની જેમ કામ કરી રહી છે. તેમના પર ડ્યુટીની જવાબદારી છે. પરંતુ સાથે સાથે મોટી જવાબદારી તેમના ઘર અને પરિવારની પણ છે. આખો દિવસ ફરજ પર કોરોના સંક્રમણ લાગવાના ભય વચ્ચે પોલીસ કામ કરે છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરની પોલીસ હાલ યોધ્ધાની જેમ કામ કરી રહી છે. તેમના પર ડ્યુટીની જવાબદારી છે. પરંતુ સાથે સાથે મોટી જવાબદારી તેમના ઘર અને પરિવારની પણ છે. આખો દિવસ ફરજ પર કોરોના સંક્રમણ લાગવાના ભય વચ્ચે પોલીસ કામ કરે છે.
રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા આ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એફ.ડામોર જેઓ પોતાની ફરજ દરમિયાન દિવસના ઘરે જમવા તો આવે છે પરંતુ તેઓ ઘરે જમવા જતા સમયે ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર જ પોતાના હાથ સાફ કરી જમતા હોય છે. તેમના પરિવારની ચિંતા કરી પરિવારને કોઈ વાયરસ કે જમ્સ ન લાગે તેનું ધ્યાન રાખી આ PSI ઘરની બહાર જ જમવાનું પસંદ કરે છે. અને જમી બાદમાં તુરંત તેઓ ફરજ પર આવી જાય છે.
તો સાથે સાંજના પણ તેઓ ફરજ પરથી આવીને તુરંત પોતાના વસ્ત્રને જાતે જ પાણી ડુબોળી ઘરમાં પ્રવેશ કરે છે. ત્યારે રાજકોટની પ્રજાના રક્ષક અને પરિવારના કવચ PSI એમ.એફ.ડામોર લોકોને અપીલ કરે છે કે બિન જરૂરી બહાર ન નીકળે અને સરકારના નિયમનું પાલન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર