રાજકોટ :શહેરના બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.પી ચાવડા રિવોલ્વર સાફ કરતા હતા તે વખતે મિસ ફાયર થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહીલને ગોળી આવી ગઇ હતી. જેને પગલે દિનેશ ગોહીલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક અને પીએસઆઇ ચાવડા મિત્રો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં વધારે તપાસ હાથ ધરીને જરૂર પડ્યે વધારાની કલમો ઉમેરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હારતોરા, કુમકુમથી રાજકોટમાં ક્રિકેટર્સનું સ્વાગત કરાયુ, 17મીએ ઓસ્ટ્રેલિયા સામે મેચ
આંખ નજીકનાં ભાગમાંથી ગોળી સોંસરવી નીકળી ગઇ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માલવિય નગર પાસે ગ્લો નામથી સ્પા ચલાવતા દિનેશ ગોહેલ આગામી 17 જાન્યુઆરીનાં રોજ રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયાવનડે મેચની ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યા હતા. આ દરમિયાન પીએસઆઇ ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા. ત્યારે રિવોલ્વરમાંથી ગોળી છુટી હતી. આ ગોળી સીધી ગ આંખ પાસેથી સોંસરવી નિકળી તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે રાહદારીનાં મૃતદેહને પીએમ માટે ખસેડીને રિવોલ્વરને કબ્જે લીધી હતી.


ક્રાઇમ બ્રાન્ચનો જબરદસ્ત સપાટો, પર્દાફાશ કર્યો ખંડણીના મોટા રેકેટનો 

ક્રાઇમબ્રાંચનાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે
ઘટના અંગે જાણ થતાની સાથે જ ક્રાઇમ બ્રાંચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હિમાંશુ ભાઇ રાજકોટમાં અંકુર મેન રોડ પર આવેલી એક ખાનગી સોસાયટીમાં રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube