હારતોરા, કુમકુમથી રાજકોટમાં ક્રિકેટર્સનું સ્વાગત કરાયુ, 17મીએ ઓસ્ટ્રેલિયા સામે મેચ

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેના વનડે મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot) ના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 17મી જાન્યુઆરીએ સામસામે ટકરાવાની છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે ઈન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી છે. જ્યાં હારતોરા કરીને તમામ ક્રિકેટર્સનું સ્વાગત કરવામા આવ્યું હતું.  

Updated By: Jan 15, 2020, 04:47 PM IST
હારતોરા, કુમકુમથી રાજકોટમાં ક્રિકેટર્સનું સ્વાગત કરાયુ, 17મીએ ઓસ્ટ્રેલિયા સામે મેચ

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેના વનડે મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot) ના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 17મી જાન્યુઆરીએ સામસામે ટકરાવાની છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે ઈન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી છે. જ્યાં હારતોરા કરીને તમામ ક્રિકેટર્સનું સ્વાગત કરવામા આવ્યું હતું.  

આ Tiktok Video પર ફિદા થયા બોલિવુડના અડધોઅડધ સુપરસ્ટાર્સ  

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ વન-ડે સીરિઝની બીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે. ત્યારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ રાજકોટ આવી પહોંચી છે. રાજકોટમાં આગામી 17 જાન્યુઆરીના રોજ યોજાનાર મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ખુશી જોવા મળી રહી છે અને રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાય ગયો છે. ભારતીય ટીમના ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ હોટેલ સયાજીમાં અને ઓસ્ટ્રેલિયાની ટીમને યાજ્ઞિક રોડ પર આવેલ હોટેલ ઈમ્પિરિયલ પેલેસમાં રોકાણ આપવામાં આવ્યું છે. આજે રાજકોટ પહોંચી ગયેલ બંને ટીમના ખેલાડીઓની એક ઝલક જોવા તેમના ફેન્સ હોટેલની બહાર ઉભા હતા અને ટીમ આવતાની સાથે જ તેઓને ચિયરઅપ કર્યું હતું. 

Nirbhaya case : મુકેશને રાહત નહિ મળે, ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાનો દિલ્હી હાઈકોર્ટનો ઈન્કાર

હોટેલ સયાજી ખાતે ટીમ ઈન્ડિયાનું ગુજરાતી પરંપરા મુજબ રાસ ગરબા લઈને સ્વાગત કરાયું હતું. તો બીજી તરફ, ભારતીય પરંપરા મુજબ, કુમકુમ, તિલક અને ગોળથી મોંઢું મીઠું કરાવીને પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ સયાજીની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ટીમ ઈન્ડિયાને જોવા ઉમટી પડ્યા હતા.

પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ બીજા મેચમાં સારુ પ્રદર્શન ખેલાડીઓ આપી આ સીરિઝ ભારત જીતશે તેવો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો હતો.. ત્યારે આવતીકાલે બંન્ને ટીમ પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડમાં ઉતરશે અને 17 જાન્યુઆરીના રોજ મેચ યોજાશે. ત્યારે મેચમાં વિરાટ કોહલી, શિખર ધવન અને રોહિત શર્મા પાસે સારા પ્રદર્શનની આશા પણ ક્રિકેટ રસિયાઓ રાખી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક