પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ડ્રગ્સ હેરાફેરી કરતા બે આરોપીની LCB ઝોન 4ની ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ મજુરાગેટથી ગાંધી સ્મૃતિ ભવન પાસેથી બાઈક પર ડ્રગ્સ લઈને હેરાફેરી કરવા જઈ રહ્યા હતા. ઝોન -4 એલસીબી પોલીસ અઠવા પોલીસને સાથે રાખી બંને આરોપીઓને 10 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખો છે ઘાતક! અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી


સુરત શહેર પોલીસનો ડ્રગ્સ ઇન સીટી અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અવર-નવાર ડ્રગ્સની હેરાફેરી કરતા કે ડ્રગ્સ માફિયાઓને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ઝોન-4 એલસીબી પોલીસની બાતમી મળી હતી કે મજૂરા ગેટ, નાનપુરા ગાંધી સ્મૃતિ ભવનની સામે આવેલ કદમ ભવનની ગલી પાસેથી બે યુવકો બાઈક પર એમડી ડ્રગ્સ સાથે પસાર થનાર છે. તાત્કાલિક એલસીબી પોલીસે અઠવા પોલીસને સાથે રાખી આરોપીને પકડી પાડવા વોચ ગોઠવી દીધો હતો. 


EPFO એ 7.5 કરોડ કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે ઓનલાઇન થશે આ કામ


કદમ ભવન પાસેથી પોલીસીને મળેલી બાતમી મુજબ એક કાળા કલરની બાઈક પર બે યુવકો પસાર થઈ રહ્યા હતા. પોલીસે બંને યુવકોને લ અટકાવી અંગ ઝડપી લીધી હતી.આરોપીઓ પાસેથી રૂપિયા 10 લાખની વધુ ની કિંમતનો 100.60 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો. પકડાયેલા આરોપી બીટ્ટુ કુમાર સુબોધ પાંડે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામમાં રહે છે.તે મુળ બિહારના ઓરંગાબાદ જિલ્લાનું વતની છે. 


અ'વાદમાં વધુ એક નબીરાનું મોટું કારસ્તાન! પુરપાટ ઝડપે કિશોરીને લીધી અડફેટે, કરૂણ મોત


બીજો 19 વર્ષીય આરોપી પ્રશાંત જયરામ પ્રજાપતિ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશ નગરમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. આ બંને આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. પોલીસે બંને આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 


આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં દરોડા, આ પાર્લર કરાયું સીલ


આરોપીઓ કોની પાસેથી ડ્રગ્સ મંગાવતા હતા કોને આપવાનાં હતાં. છેલ્લા કેટલાક સમયથી આ ધંધા સાથે સંકળાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.