મોરબીમાં પોલીસ કર્મી જ દારૂની ખેપ મારતા ઝડપાયા, કાર પલ્ટી મારતા ભાંડો ફૂટ્યો
ગુજરાતમાં દારૂબંધી (Gujarat Alcohol Prohibition) છે. જો કે, અવારનવાર દારૂ પીધેલી હાલતમાં કે પછી દારૂની બોટલ કે જથ્થા સાથે પોલીસ કર્મીઓ (Police Personnel) પકડાંતા હયો છે તે હક્કિત છે. ત્યારે આજે મોરબીના (Morbi) જાંબુડિયા ગામ પાસે આવેલા ઓવર બ્રિજ નજીક વહેલી સવારે એક સ્કોર્પિયો કાર (Scorpio Car) પસાર થઈ રહી હતી
હિમાંશુ ભટ્ટ/ મોરબી: ગુજરાતમાં દારૂબંધી (Gujarat Alcohol Prohibition) છે. જો કે, અવારનવાર દારૂ પીધેલી હાલતમાં કે પછી દારૂની બોટલ કે જથ્થા સાથે પોલીસ કર્મીઓ (Police Personnel) પકડાંતા હયો છે તે હક્કિત છે. ત્યારે આજે મોરબીના (Morbi) જાંબુડિયા ગામ પાસે આવેલા ઓવર બ્રિજ નજીક વહેલી સવારે એક સ્કોર્પિયો કાર (Scorpio Car) પસાર થઈ રહી હતી. તે દરમિયાન કાર પલ્ટી મારી ગઈ હતી. ત્યારે લોકોને તેમજ પોલીસને ખબર પડી કે આ ગાડીમાં દારૂનો (Alcohol) જથ્થો છે! અને કારમાં જે બે વ્યક્તિ બેઠા હતા તે બંને પોલીસ કર્મી હોવાની માહિતી સામે આવી હતી. હાલ તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં (Morbi Police) ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી (Gujarat Alcohol Prohibition) છે. જો કે, મોરબી જિલ્લાની (Morbi) વાત કરીએ તો છેલ્લા દિવસોમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સ્થાનિક પોલીસ (Morbi Police), એલસીબી અને આરઆર સેલ દ્વારા દારૂની ચાર મોટી રેડ કરવામાં આવી છે જેની સહી સુકાઈ નથી. ત્યારે મોરબી નજીક જાંબુડિયા ઓવરબ્રિજ પાસેથી પસાર થતી એક સ્કોર્પિયો કાર આજે પલ્ટી (Car Accident) મારી ગઈ હતી અને આ કારમાં દારૂ (Alcohol) ભરેલો હતો. જો કે, આ ઘટના ઉપર ઢાંકપીછોળો કરવા માટે દારૂને સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતો. પરંતુ પોલીસને લેન લાઇન નંબર ઉપર ફોન કરીને કોઈએ બનાવની જાણ કરી હોવાથી પોલીસે ત્યાં પહોચી ગઈ હતી.
આ પણ વાંચો:- AMC દ્વારા વ્યાજ રીબેટ સ્કિમ જાહેર થયા બાદ પ્રોપર્ટી ટેક્સની આવકમાં ધરખમ વધારો
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે દારૂની પેટીઓના પુલ ઉપરથી નીચે ઘા પણ કર્યા હતા. સ્થળ પર પહોંચેલા પોલીસ જવાનો સાથે માથાકૂટ પણ કરી હતી. જો કે, પોલીસે હાલમાં દારૂની ત્રણ પેટીઓ તેમજ 32 બિયરના ટીન સાથે બે શખ્સની ધરપકડ કરીને કાર સહિત લખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે. ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, જે બે શખ્સને પકડવામાં આવ્યા છે તેમાં રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક જાડેજા રાજદીપસિંહ અને જાડેજા પૃથ્વીસિંહનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:- એક કરોડના MD Drugs સાથે મુંબઇથી અમદાવાદ આવ્યો શખ્સ, Gujarat ATSએ રંગેહાથ ઝડપી પાડ્યો
કાર લઈને તેઓ મોરબી વાંકાનેર હાઇવે થઈને રાજકોટ તરફ જતાં હતા. ત્યારે તેમની કાર પલટી મારી ગઈ છે અને તેમની કારમાં દારૂનો જથ્થો હતો. જે તેમના કહેવા મુજબ કચ્છમાંથી લઈને તે આવ્યા હતા. જો કે, કયા લઈને જવાના હતા અને ખરેખર ગાડીમાં કેટલો દારૂ હતો તે સૌથી મોટો સવાલ છે કેમ કે, અન્ય વાહનમાં દારૂની કેટલીક પેટીઓ ભરીને મોકલવી દેવામાં આવી હોવાની હાલમાં સ્થાનિક લોકોમાં ચર્ચા ર્હઈ રહી છે. ત્યારે ખરેખર ગાડીમાં કેટલો દારૂ હતો તે દિશામાં પોલીસ તપાસ કરશે કે કેમ તે પ્રશ્ન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube