એક કરોડના MD Drugs સાથે મુંબઇથી અમદાવાદ આવ્યો શખ્સ, Gujarat ATSએ રંગેહાથ ઝડપી પાડ્યો

આરોપી મુંબઈથી 1 કિલો ડ્રગ્સ સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. જે બાતમી મળતા ગુજરાત એટીએસે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે

એક કરોડના MD Drugs સાથે મુંબઇથી અમદાવાદ આવ્યો શખ્સ, Gujarat ATSએ રંગેહાથ ઝડપી પાડ્યો

મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેરમાંથી વધુ એક વખત માદક પ્રદાર્થના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી મુંબઈથી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો. પરંતુ સપ્લાયર સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા પેડલરની એટીએસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યુ છે.

ગુજરાત ATSની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મોહમદ સુલતાન શેખ છે. જે મૂળ મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી છે. ગત મોડી રાતે આરોપી મુંબઈથી 1 કિલો ડ્રગ્સ સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. જે બાતમી મળતા ગુજરાત એટીએસે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર સુલતાનને શાહીબાગ પાસે લાલ ટીશર્ટ પહેરેલા સપ્લાયરને ડ્રગ્સ સોંપવાનુ હતુ પરંતુ ડ્રગ્સ સોંપાય તે પહેલા પેડલરને ઝડપી પાડ્યો છે.

ડ્રગ્સ પેડલર સુલતાનની વધુ પુછપરછ કરતા સામે આવ્યુ કે અજમેર શરીફ દરગાહના ખાદિમ વસીમના કહેવાથી તે ડ્રગ્સ લઈને અમદાવાદ આવતો હતો. અને મૂળા સુહાગ કબ્રસ્તાન પાસે ડીલેવરી કરવાની હતી. 1 કરોડની કિંમતના મેથામ્ફેટામાઈન કબ્જે કરી એટીએસે વધુ તપાસ શરૂ કરી છે. જેમા ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામા આવી છે.

આ અગાઉ પણ ગુજરાત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાંથી કરોડોની કિંમતના ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યા છે પરંતુ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ નથી. ત્યારે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ પેડલરની તપાસ બાદ શું નવા ખુલાસા થાય છે અને ડ્રગ્સના રેકેટમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ રહ્યું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news