મૌલિક ધામેચા/અમદાવાદઃ રાજયભરમાં અનેક શહેરો લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ શહેરીજનોને કડક પણે જાહેરનામાનું પાલન કરાવી રહી છે. તેમ છતાં કેટલાક પાન મસાલા અને તમાકુના બંધાણીઓ અનેક તુક્કાઓ કે કારણ બતાવી લોકડાઉનના નિયમોનો ભંગ કરે છે. અનેક એવા કિસ્સાઓમાં પોલીસે કાયદેસર કાર્યવાહી પણ કરી છે. લોકડાઉન બાદ અત્યાર સુધી અમદાવાદ પોલીસે જાહેરનામા ભંગ બદલ 79 કેસો નોંધ્યા છે અને એપેડમિક ડીસીઝ એકટના ભંગની 60 ફરિયાદો નોંધી છે. જેમાં 83 વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પાન મસાલાના બંધાણીની અનોખી તરકીબ સામે આવી છે. જેમાં પાન મસાલા ખરીદી કરી ચા રાખવાના સ્ટીલના થર્મોસમાં પાનમસાલો લઈ જતા એક શખ્સને મોકા ત્રણ રસ્તા પાસેથી પોલીસે પકડયો હતો. જૈમીન સિંગાપુરી નામના શખ્સની શંકાના આધારે પોલીસે તેની ચાની કીટલી તપાસતા ઉપરની સાઈડ દૂધની કોથળી મૂકેલી અને સંતાળી બે ગુટખાના પેકેટ લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો હતો.


જોકે લોકડાઉનના પગલે બિનજરૂરી બહાર નીકળી કોરોના વાઈરસને પગલે તકેદારી નહિ રાખવા બદલ પોલીસે જાહેરનામાના ગુનો પણ નોંધાયો હતો. જોકે હાલ જમીન સિંગાપુરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વીડિયોમાં તે પોલીસ સમક્ષ એવું પણ કહી રહ્યો છે કે ત્યાં પાન મસાલા પોતાના માટે નહીં, પરંતુ તેના મિત્ર માટે લઈ જઈ રહ્યો છે. જોકે પહેલા તો પોલીસ તેની અટકાયત કરી પૂછપરછ કરતા માત્ર દૂધની કોથળી સ્ટીલ થર્મોસમાં હોવાનું રટણ કરતો રહ્યો હતો. પરંતુ પોલીસે ચોકસાઈથી તપાસતા પાન મસાલા પેકેટ મળી આવ્યા હતા. આમ અનેક તરકીબોથી પાન મસાલા બંધાણીઓ નશાનું સેવન તો કરી રહ્યા છે પરંતુ તેમને પણ જરૂરી સૂચન છે. આવી તરકીબથી પોલીસને છેતરી રહ્યાં હોય એવુંના માની ખતરનાક કોરોના વાયરસને પોતે આમંત્રણ આપી રહ્યાં હોવાનું માનજો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર