ગૌરવ દવે/રાજકોટ : જસદણ-આટકોટ બાયપાસ પર રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી 29 લાખ 23 હજારની કિંમતનો 700 પેટી વિદેશી દારૂની મળી આવ્યો હતો. નવાઇની વાત તો એ હતી કે, હરિયાણાથી દારૂ ભરીને આવેલા ટ્રકની નંબર પ્લેટ બનાસકાંઠા જીલ્લાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા બનાસકાંઠાની નકલી નંબર પ્લેટ સાથે ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 28 નવા કેસ, 45 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


થર્ટી ફસ્ટ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો નવા-નવા કિમીયાઓ અજમાવી રહ્યા છે. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જસદણ-આટકોટ રોડ પર થી હરીયાણાથી રાજકોટ દારૂ ભરીને આવતા ટ્રક ઝડપી લીધો હતો. જસદણ-આટકોટ રોડ પર પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે બનાસકાંઠા જીલ્લાનો ટ્રક વિદેશી દારૂ ભરીને પસાર થવાનો હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે જીજે 08 વાય 9657 નંબરનો ટ્રક રોકી તલાસી લીધી હતી. જેમાં ટ્રકમાંથી 700 પેટી વિદેશી દારૂ જેની કિંમત 29 લાખ 23 હજાર 200, બે મોબાઇલ ફોન અને 20 લાખની કિંમતનો ટ્રક મળી કુલ 49 લાખ 31 હજાર 200નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર ઓમપ્રકાશ ઘમંડારામ ચૌધરી અને કલિનર ઓમપ્રકાશ સોનારાન ચૌધરીની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં દારૂનો ટ્રક હરીયાણા થી રાજકોટ લઇને જઇ રહ્યા હોવાની ડ્રાઇવરે કબુલાત આપી હતી. 


રાજકોટ: યુવતી પોતાના બોયફ્રેંડ સાથે અંગત પળો માણી રહી હતી ત્યારે પાડોશી યુવક આવ્યો અને પછી બંન્ને...


પોલીસનાં કહેવા મુજબ, બન્ને આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પુછપરછમાં બંન્ને આરોપીઓએ કહ્યું હતું કે, હરીયાણાથી દારૂનો જથ્થો ભરીને રાજકોટ શહેરમાં પહોંચાડવાનો હતો. રાજકોટમાં દારૂ કોને ડિલીવરી કરવાનો છે તેની કોઇ જ માહિતી આપવામાં આવી નહોતી. જોકે હરીયાણા બેસીને દારૂ મોકલનાર શખ્સ ટ્રક જ્યારે રાજકોટ પહોંચે ત્યારે ફોન પર ક્યાં વિસ્તારમાં અને કોને આપવાનો છે તેની માહિતી આપવાનો હતો. એટલું જ નહિં હરીયાણાથી ગુજરાત આવતી વખતે ટ્રકની ઓરીજીનલ નંબર પ્લેટ લગાવવામાં આવેલી હતી. જોકે ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ કરતાની સાથે જ બનાસકાંઠા જીલ્લાની ડુપ્લિકેટ નંબર પ્લેટનો ઉપયોગ કરવા સૂચના મળી હતી. ટ્રક ક્યાં પહોંચ્યો છે તે જાણવા માટે જીપીએસ ટ્રકમાં લગાવેલું હોવાનું પણ સામે આવ્યું હતું. દારૂનો જંગી જથ્થો રાજકોટ પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી લીધો હતો.


સ્પિનિંગ મિલમાં ધોળા દિવસે લૂંટ કરીને સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવનાર આરોપીઓ આખરે ઝડપાયા


થર્ટી ફસ્ટ પહેલા બુટલેગરો બેફામ બન્યા હોય તેવી રીતે જંગી દારૂના જથ્થોની રાજકોટમાં ડિલેવરી લેવાની તૈયારીમાં હતા. જોકે પોલીસે બુટલેગરોનાં નવા-નવા કિમીયાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું અને જંગી દારૂનો જથ્થો કબજે કરી લીધો હતો. પોલીસે હરીયાણા પોલીસની મદદ લઇને ટ્રકની ઓરીજીનલ નંબર પ્લેટ આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે દારૂનો જથ્થો કોને અને ક્યાં આપવાનો હતો તે દીશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube