રાજકોટ: યુવતી પોતાના બોયફ્રેંડ સાથે અંગત પળો માણી રહી હતી ત્યારે પાડોશી યુવક આવ્યો અને પછી બંન્ને...
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : શાપર વેરાવળમાં થયેલી દલીત યુવકની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મૃતક નિલેશ સોંદરવાની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હત્યા કરી આરોપીઓ અમદાવાદ, મુંબઇ અને ત્યાંથી હૈદરાબાદ ભાગી ગયા હતા. હાલ પોલીસે આરોપીઓની વધું પુછપરછ શરૂ કરી છે.
રાજકોટના શાપર-વેરાવળના નિલેશ દેવશીભાઇ સોંદરવાનો 23 નવેમ્બરના રોજ પારડી ગામ નજીક શિતળા માતાજીના મંદિર પાસેથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસમાં સીસીટીવીમાં ચિરાગ અને જીજ્ઞેશ નામના બે શખસ રિક્ષામાંથી મૃતદેહ ફેંકી ગયાનું બહાર આવ્યું હતું. આ બંને વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસમાં મુખ્ય સુત્રધાર તરીકે ભરત સરમણ ચાંચિયાનું નામ ખુલ્યું હતું. આથી પોલીસે બાતમીના આધારે ચિરાગ અને ભરતની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. હત્યા પાછળના કારણમાં 5 વર્ષ પહેલા ભરત કેશોદમાં તેની પ્રેમિકાને મળવા ગયો હતો ત્યારે નિલેશ તેની બાજુમાં રહેતો હોય ઝઘડો થયો હતો. નિલેશે 30થી 35 શખ્સો દ્વાર ભરત પર હુમલો કરાવ્યો હતો. આ વાતનો ખાર રાખી ભરતે 3 મિત્ર સાથે મળી નિલેશની હત્યા કરી હતી. હાલ પોલીસે ભરત ઉર્ફે ભુરો ચાંચિયા અને ચિરાગ રાજેશ જોશીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પોલીસનાં કહેવા મુજબ, નિલેશ સોંદરવાની હત્યાના કારણમાં એવું ખૂલ્યું હતું કે, પાંચેક વર્ષ પૂર્વે મુખ્ય સૂત્રધાર ભરત કેશોદ ખાતે તેની પ્રેમિકાને મળવા ગયો હતો. આ જ વિસ્તારમાં જે-તે સમયે મૃતક નિલેશ અને તેના મિત્ર રહેતા હોય ઝઘડો થયો હતો. ત્યારે ભરત ઉપર 30થી 35 શખસોએ હુમલો કર્યો હતો. આ ટોળાની આગેવાની નિલેશે લીધી હોય તેનો ભરતે ખાર રાખ્યો હતો. 22 નવેમ્બરના રોજ ભરત શાપર-વેરાવળમાં રહેતા તેના મિત્ર ચિરાગ જોશીને મળવા આવતા તે સમયે નિલેશને જોઈ જતા જૂની અદાવતનો બદલો લેવા ભરતે તેના મિત્ર ચિરાગ, સોહીલ અને જીજ્ઞેશને બોલાવી નિલેશને પતાવી દેવાનુ પૂર્વયોજીત કાવત્રુ રચ્યું હતું. ઓટોરીક્ષામાં મૃતક નિલેશ સોંદરવાને લઇ જઇને મારમારી હત્યા કરી નાખી હતી. નિલેશ સોંદરવાની હત્યામાં મુખ્ય સૂત્રધાર તરીકે પોરબંદરના ભરત ઉર્ફે કાંતીભાઈ ઉર્ફે સરમણ ચાંચીયાનું ખુલતા તેને તથા હત્યામાં સામેલ કેશોદના ચિરાગ રાજેશભાઈ જોશીને રૂરલ પોલીસે હૈદરાબાદથી દબોચી લીધા હતા. જ્યારે આ હત્યામાં સામેલ કેશોદના સોહીલ રફીકભાઈ જલવાણી અને જીજ્ઞેશ ઉર્ફે ભયલી કાનાભાઈ વાઢીયાની શોધખોળ હાથ ધરાઈ છે.
હત્યા કર્યા બાદ આરોપીઓ ભરત તથા ચિરાગ અમદાવાદ અને ત્યાંથી મુંબઈ મિત્રને ત્યાં ગયા હતા. બાદમાં પોલીસ તેને પકડી ન શકે તે માટે હૈદરાબાદ નાસી ગયા હતા. જોકે રૂરલ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે બન્ને આરોપીઓને હૈદરાબાદમાંથી દબોચી લીધા હતા. હાલ બન્ને આરોપીઓ જેલનાં સળિયા ગણતા કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે