રાજકોટ : ગ્રામ્યના શાપર - વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા અશ્વિન મકવાણા નશાની સ્થિતિમાં ભાન ભુલ્યો હતો. નશાની હાલતમાં જ એક યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. જો કે સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા મનાવતો વીડિયો મોબાઇલમાં ઉતાર્યો હતો. ત્યાર બાદ લોકોએ અશ્વિન મકવાણાના કપડા ઉતારીને મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું પણ ફેરવ્યું હતું. ત્યાર બાદ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બન્યો બેકાબુ, હોસ્પિટલો મોટી સંખ્યામાં દર્દીઓથી ઊભરાઈ


કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ પર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની સ્થિતિમાં રંગરેલીયા કરી રહ્યો હતો. જેના કારણે સ્થાનિકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યાર બાદ લોકોએ તેને માર મારીને ફુલેકું ફેરવ્યું હતું. જો કે ઘટના અંગે માહિતી મળતા પોલીસ સ્ટેશનના PI પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. PI એ સ્થાનિક લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. જેના કારણે લોકો રોષે ભરાયા હતા. લોકોની સાથે PI એખુબ જ ગેરવર્તણુંક કરી હતી. પોલીસે પોતાના સ્ટાફના વ્યક્તિને બચાવવા લાજવાના બદલે ગાજી હતી. 


ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી અટકાયત


સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લેતા તે લાજવાના બદલે ગાજવા લાગ્યો હતો અને પટ્ટો ઉતારીને લોકોમે મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં હોવા છતા સ્થાનિક પોલીસે તેને છાવરવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો. ગામલોકોએ અશ્વિન મકવાણાની કામલીલા પોતાના મોબાઇલમાં કેદ કરી હતી. 


સૌરાષ્ટ્રમાં 3 મિનિટમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા


આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થશે. સાંજ સુધીમાં હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ભરવામાં આવશે. ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાશે. હાલ તો સમગ્ર મામલે ફરિયાદ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube