ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી અટકાયત

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુન્હાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે

Updated By: Sep 21, 2021, 03:57 PM IST
ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી અટકાયત

અલકેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુન્હાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે. ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

સૌરાષ્ટ્રમાં 3 મિનિટમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો અને તેના ઘરમાથી જ 338.70 ગ્રામ ગાંજો, 59.760ગ્રામ સ્મેક અને 18.25 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ તમામ જથ્થાની તેની અંદાજિત કિંમત 8 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે.

બરોડા ડેરીના વિવાદ મામલે સીઆર પાટીલ એક્શનમાં, આવતીકાલ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સ નેટવર્કમાં સપડાયેલા છે તે પણ બેનકાબ થશે.

અમદાવાદ લીંબડી હાઈવે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત; 10 થી વધુ ઇજાગ્રસ્ત

આરોપી શુભમના ઘરેથી મળી આવેલ મુદામાલ
મેફેડ્રોન ડ્રગ્સ (એમડી) નો 18.25 ગ્રામ (કિંમત 1,82,500)
ગાંજો  338.60 ગ્રામ ( કિંમત 3386)
સ્મેક 59.760 ગ્રામ ( કિંમત 5,97,600 )
મોબાઈલ નંગ-3 ( કિંમત 6000)
ડીઝીટલ વજન કાંટો ( કિંમત 650)
સિલ્વર વજન પોકેટ કાંટો (કિંમત 300)
રોકડ રકમ ( 6350 રૂપિયા)
કુલ મુદામાલ 7,96,736 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube