પોલીસ હેરાન કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ આવશે : અલ્પેશ કથીરિયા
છેલ્લા એક મહિનાથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા પોલીસ પકડાથી દૂર છે. સુરત કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ થયા બાદ તે હાલ ફરાર છે. કોર્ટે પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પરતું પોલીસ અલ્પેશને શોધવામાં હજુ સફળ થઇ નથી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અલ્પેશ મળી આવે તેવા તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
તેજશ મોદી/સુરત: છેલ્લા એક મહિનાથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા પોલીસ પકડાથી દૂર છે. સુરત કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ થયા બાદ તે હાલ ફરાર છે. કોર્ટે પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પરતું પોલીસ અલ્પેશને શોધવામાં હજુ સફળ થઇ નથી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અલ્પેશ મળી આવે તેવા તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સાથે જ તમામ લોકોના દિવસનો પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે સતત પરિવાર, અલ્પેશના મિત્રો અને ભાગીદારો પર પોલીસ નજર રાખી રહી છે. પોલીસની સતત વધતી જતી કડકાઈને પગલે અલ્પેશ કથીરીયાએ ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા વાઈરલ કર્યો છે. અલ્પેશનો આરોપ છે કે, પોલીસ મારા પરિવાર, મિત્રોને હેરાન કરી રહી છે. ત્યાં સુધી કે વકીલાત સાથે સંકળાયેલા મારા ભાગીદારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આવશે ગુજરાત, ચૂંટણીનો કરશે શંખનાદ
સુરત ક્રાઇમ બ્રાન્ચના PSI ત્રિવેદી પણ સતત હેરાન કરે છે. અલ્પેશે ધમકી આપા કહ્યું કે, જો પોલીસ અટકશે નહીં તો ગંભીર પરિણામ આવશે, પોલીસને વિનંતી કે, કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધે. પોલીસને કોઈના અંગત જીવનમાં ડોકિયું કરવાનો કોઈ હક નથી. અમને પણ તમારા અંગત જીવનમાં ડોકિયું કરતા અમને આવડે છે તે ધ્યાન રાખે.