લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આવશે ગુજરાત, ચૂંટણીનો કરશે શંખનાદ

લોકસભા 2019ની ચૂંટણીએ ભાજપ માટે આરપારની લડાઇ છે .અને ભાજપ લોકસભાની ચૂંટણીમા ફરી એક વાર બહુમત સાથે જીત મેળવી સત્તાની સિહાસન પર બેસવા માંગે છે. અને એ જ કારણ છે કે, જ્યાં ભાજપનુ રાષ્ટ્રીય નેતૃત્વ અંદરખાને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ પોતાના કાર્યકર્તાઓને પણ ચૂંટણીના મેદાનમાં સંપૂર્ણ જોશ સાથે ઉતારવા પ્રશિક્ષિત પણ કરી રહી છે. અને પીઠબળ પણ પૂરુ પાડી રહી છે. એજ સંદર્ભના ભાજપ આવતી કાલે મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનુ શરૂઆત કરવા જઇ રહી છે, આ કાર્યક્મની શરૂઆત ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના હોમ ગ્રાઉન્ડ માંથી એટલે કે ગુજરાત માંથી કરાવશે.
 

લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આવશે ગુજરાત, ચૂંટણીનો કરશે શંખનાદ

કિજલ મિશ્રા/અમદાવાદ:  લોકસભા 2019ની ચૂંટણીએ ભાજપ માટે આરપારની લડાઇ છે .અને ભાજપ લોકસભાની ચૂંટણીમા ફરી એક વાર બહુમત સાથે જીત મેળવી સત્તાની સિહાસન પર બેસવા માંગે છે. અને એ જ કારણ છે કે, જ્યાં ભાજપનુ રાષ્ટ્રીય નેતૃત્વ અંદરખાને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહી છે. ત્યાં બીજી તરફ પોતાના કાર્યકર્તાઓને પણ ચૂંટણીના મેદાનમાં સંપૂર્ણ જોશ સાથે ઉતારવા પ્રશિક્ષિત પણ કરી રહી છે. અને પીઠબળ પણ પૂરુ પાડી રહી છે. એજ સંદર્ભના ભાજપ આવતી કાલે મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનુ શરૂઆત કરવા જઇ રહી છે, આ કાર્યક્મની શરૂઆત ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના હોમ ગ્રાઉન્ડ માંથી એટલે કે ગુજરાત માંથી કરાવશે.

મળેલી વિગતો અનુસાર અમિત શાહ મંગળવારે 11-30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. મંગળવારે સવારે 9 વાગે પોતાના જ ઘરે તેઓ ભાજપનો ઝંડો લગાવશે આ કાર્યક્રમ દરમ્યાન 500 જેટલા કાર્યકર્તાઓ તેમના નિવાસ્થાને ઉપસ્થિત રહેશે. જેને લઇને અમદાવાદમાં 50000થી પણ વધુ હોર્ડીગ લગાવવામા આવ્યા છે. ધ્વજ લહેરાવ્યા બાદ અમિત શાહ પંડિત દિન દયાલ હોલ પર કાર્યકર્તાઓને સંબોધન કરશે. જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી, સીએમ વિજય રૂપાણી સહિત પ્રદેશ સંગઠનના હોદેદારો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહેશે.

વિદ્યાર્થીઓએ PUBGની બેટલ મેપને ગણાવી ‘માનસિક વિકૃતિ’ અને ‘ત્રાસવાદ’ 

સંબોધન બાદ તમામ પ્રદેશ હોદ્દેદારો તથા ભાજપના કાર્યકર્તાઓ પોતાના ધરે ધ્વજ લગાવશે. ભાજપના દાવા પ્રમાણે રાજ્યભરમા 5 કરોડ ઘરોમા ભાજપનો ઝંડો લગાવવામા આવશે. મહત્વનુ છે કે, ચૂંટણી જાહેર થાયએ પહેલા જ ભાજપ દ્વારા પોતાના કાર્યકર્તાઓને મેદાનમા પૂરા જોશ સાથે ઉતારવા માટે ભાજપે આ વખતે કાર્યક્રમોની ભરમાર કરી દીધી છે. જેમા લોકસભા ક્લસ્ટર સમેલન તથા મેરા પરિવાર ભાજપા પરિવાર 2 મહત્વનાા કાર્યક્રમો છે. ભાજપનુ જેમ જેમ સમય સાથે કોંગ્રેસી કરણ થઇ રહ્યુ છે તેના કારણે ના માત્ર ભાજપના કાર્યકર્તાઓ પરંતુ વરિષ્ઠ નેતાઓ પણ નારાજ છે. જેની સીધી અસર પ્રજા મા દેખાઇ રહી છે.

સાચે જ ગુજરાતમાં વાઘ આવ્યો, વનવિભાગે તપાસ બાદ આપ્યું સમર્થન

કેન્દ્રીય સ્તરેથી તૈયાર થયેલા કેટલાક કાર્યક્મો ગુજરાત ભાજપ દ્વારા માત્ર ટીક માર્ક પૂરતા સિમિત રહી ગયા છે. ઘટતો જતો જનસંપર્ક ક્યાક જનાધાર ગુમાવવા કારણભૂત બનશેએ વાતથી ભાજપનું મોવળી મંડળ વાકેફ છે. જેના કારણે જ માત્ર રાજયમા દેશ ભરમા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પ્રવાસ તથા બેઠકો શરૂ થઇ ગઇ છે. પીએમ મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ ગુજરાત હોમ ગ્રાઉન્ડ છે. અને હાલમા 26 સીટો પર ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. ભાજપ ફરી એક વાર પુનરવર્તન માટે મથામણ કરી રહ્યુ છે. જો કે આ વખતે ભાજપ માટે પણ ચૂંટણી એ લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

કોડિનાર: ભવ્ય લોક ડાયરામાં કલાકાર બ્રિજરાજ ગઢવી પર થયો રૂપિયાનો વરસાદ

અમિત શાહને ભાજપના ચાણક્ય માનવામા આવે છે વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પણ તેમણે સતત ગુજરાત પ્રવાસ કરી કાર્યકર્તાને પીઠબળ આપ્યુ હતુ. મોદી-શાહના પ્રવાસનો પરિણામે ભાજપને ફરી એક વાર ગુજરાતમાં સત્તાના સુકાન મળ્યાએ વાત અલગ છે કે, સીટોમા ધરખમ ઘટાડો થયો ત્યારે ફરીએક વાર અમિત શાહે ગુજરાતના રાજકારણની સુકાન સંભાળી છે અને આવતી કાલે અમદાવાદથી મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો શુભારંભ કરાવી કાર્યકર્તાઓને ચૂંટણીના મેદાનમાં યુધ્ધની રણભૂમિની જેમ પૂર્ણ સજ્જ થઇને જવાની સલાહ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news