અહી પોલીસ હવે દંડ નહી વસુલે પરંતુ પૈસા લઇને હેલમેટ લાવી આપશે
પોલીસ દ્વારા લોકો સાથે દંડ મુદ્દે અવાર નવાર થતા ઘર્ષણને ટાળવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો
નવસારી : હાલમાં જ ટ્રાફીકનાં નવા નિયમો લાગુ થવાને કારણે ટ્રાફીક વિભાગ દ્વારા નવા નિયમો અનુસાર દંડ વસુલવામાં આવી રહ્યો છે. જેના કારણે ઘણી વખત પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોય છે જેનાં વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા રહે છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે પોલીસ પોતાની ફરજ સારી રીતે નિભાવી રહી છે. બીજી તરફ નાગરિકો પણ પ્રમાણમાં પોતાની જવાબદારીને સારી રીતે સમજીને તેને નિભાવી રહ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા પહેલા માસમાં 21 લાખ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે. જે પૈકી 11.50 લાખ તો માત્ર હેલમેટ વગરનાં ચાલકો પાસેથી જ વસુલાયો છે.
ગુજરાતના આ લંપટ યુવાનનો વીડિયો જોઇ તમને થશે સાચે જ યુવતીઓ સુરક્ષીત નથી!
જો કે આ તમામ વચ્ચે નવસારી પોલીસ દ્વારા અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે. ટ્રાફીક પોલીસ દંડ તો વસુલશે જ જેમણે હેલમેટ નહી પહેર્યું હોય તેમની પાસેથી. પરંતુ તેમને દંડની અવેજમાં હેલમેટ આપવામાં આવશે. જેથી ફરી વખત તેઓ આવી ભુલ ન કરે. આ ઉપરાંત પોલીસ દ્વારા ટ્રાફીકનાં નિયમોનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવશે. નવસારી પોલીસ દ્વારા આ અનોખો અભિગમ 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. જેમાં દંડની રકમ જેટલા જ પૈસામાં હેલમેટ પણ આપવામાં આવશે.
લણણીના સમયે જ કમોસમી ઝાપટાથી ખેડૂતોને બચ્યું તું એ પણ બગડ્યું
રાજકોટ : રોજ 50-60 કિલો વજન ઉંચકનાર રેપિસ્ટ દારૂના નશામાં બાળકીને ગાદલા સાથે ઉંચકીને લઈ ગયો
ટ્રાફીક પોલીસ દ્વારા આ નવા પ્રયોગ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પછીનાં દવસોમાં પુન: દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ નવતર પ્રયોગ દ્વારા લોકો સાથે પોતાનું ઘર્ષણ ઘટાડવા માટેનો પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત અને નવસારીમાં પોલીસ સાથેની રકઝકનાં વીડિયો ખુબ જ વાઇરલ થતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube