લણણીના સમયે જ કમોસમી ઝાપટાથી ખેડૂતોને બચ્યું તું એ પણ બગડ્યું

લણવાનો સમય આવ્યો ત્યારે ફરી એકવાર કમોસમી માવઠુ થવાનાં કારણે ચોખા પણ પલળી ગયા હતા

લણણીના સમયે જ કમોસમી ઝાપટાથી ખેડૂતોને બચ્યું તું એ પણ બગડ્યું

અમદાવાદ : ભારે વરસાદ,માવઠા,વાવાઝોડા અને સરકારી સહાયની જાહેરાત બાદ વધુ એક હવામાન ખાતાની માવઠાની આગાહી વચ્ચે ઓલપાડના ખેડૂતો ૧૦ ટકા બચી ગયેલા પાકને ખેતરથી ઘર સુધી લઇ જવા બન્યા મરણીયા બન્યા છે. વાત કરીએ ઓલપાડ તાલુકાના ડાંગર પકવતા ખેડૂતોની. આ વરસે કુદરતી આફત વચ્ચે એકલો રહી ગયેલો લાચાર ખેડૂત સરકાર પાસે આશ લગાવી બેઠો છે. સરકારે પહેલા ૭૦૦ કરોડ પછી 3795 કરોડની જાહેરાત કરી ખેડૂતોમાં ખુશી હતી કેમકે નુકશાનીનું મહદ અંશે વળતર મળશે. 

સરકારી મદદની આશા વચ્ચે હવામાન ખાતાએ ફરી એકવાર આગાહી કરી છે કે દક્ષીણ ગુજરાતમાં ૪ અને ૫ ડીસેમ્બર દરમ્યાન માવઠું થશે. બસ આ આગાહી બાદ ઓલપાડના ખેડૂતો બેબાકળા બની ગયા છે, કારણ કે અનેક આફત બાદ પણ બચી ગયેલો ૧૦ ટકા ડાંગરનો તૈયાર પાક ખેડૂતોના ખેતરમાં ઉભો છે. હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગરનો ઉભો પાક મજુરો બોલાવી કપાવી રહયા છે. ઓલપાડ તાલુકામાં ઠેરઠેર ડાંગર ઝૂરતા મજુરો જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news