હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં લોકડાઉનનો ગંભીરતાથી અમલ કરાવવા માટે ગુજરાત પોલીસ નવાનવા રસ્તા અજમાવી રહી છે. આજે ગાંધીનગરમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવા માટે પોલીસ હવે સોસાયટીઓના CCTV કેમેરાના રેન્ડમ ફૂટેજ ચકાસશે. જે લોકો આ ફૂટેજમાં લોકડાઉનનો ભંગ કરતા જોવા મળ્યા તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં સોશિયલ મીડિયા અફવા ફેલાવનારાઓને પણ પોલીસ ઝડપી રહી છે અને અત્યારસુધીમાં આ બાબતમાં ફેક ન્યૂઝના પ્રસાર માટે 23 ગુના નોંધવામાં આવ્યા છે. ગઈકાલે પણ આવા 5 એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે પોલીસ વધારે ચેકપોસ્ટ બનાવશે અને રાજ્યમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે. ગામડાઓમાં પણ સખ્તાઈથી અમલ કરાવવા માટે પોલીસ કવાયત કરી રહી છે. શિવાનંદ ઝાએ ખાતરી આપી છે કે પોલીસમાં પોઝિટિવ આવેલા લોકોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. પોલીસ ફ્રન્ટ લાઇનર છે અને તેમને યોગ્ય સારવાર મળી રહેશે.


ગઇકાલ (તા.12/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત


  • જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 3271

  • કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271)  : 1185

  • અન્ય ગુનાઓ  : 491 (રાયોટીંગ/Disaster Management Actના)

  • આરોપી અટકની સંખ્યા : 7258

  • જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 2830

  • ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 438

  • CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 68 

  • અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 23


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube