અમદાવાદ : શહેરમાં જાહેર સ્થળો પર વાહનોની ચોરી થાય તેવી સેંકડો ઘટનાઓ બનતી હોય છે. જો કે તે બાઇક ક્યારે પણ પોલીસ શોધી શકતી નથી. જો કે પોલીસની નિષ્ક્રિયતાને જોતા હવે તસ્કરો બેખોફ બની ગયા છે અને હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ સ્ટેશનમાં જ રહેલી બાઇકની ચોરી કરી હતી. પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલી એક મોંઘી બાઇકની ચોરી તઇ હોવાની ફરિયાદ દોઢ વર્ષ બાદ ઓઢવ પોલીસે નોંધી છે. પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલું બાઇક પોલીસે શોધતા મળ્યું નહોતું. જેના કારણે પોલીસ સ્ટેશનનાં જ કર્મચારી દ્વારા આ મુદ્દે ચોરીની ફરિયાદ નોંધાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયા કોરોના સંક્રમિત, ગોત્રી હોસ્પિટલમાં દાખલ

મહીસાગરના બાલાસિનોરના રહેવાસી મોહમ્મદ જુનેદ RTO નંબર પ્લેટ વગરની બાઇક ઓઢવ રિંગ રોડ પરથી પોલીસે 15 મે 2019 ના રોજ જપ્ત કરી હતી. બાઇકને પોલીસે ડિટેઇન કરી હતી.  ઓઢવ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં  મુક્યું હતું. ત્યાર બાદ તે દોહા ખાતે કામ માટે ગયો હતો. લોકડાઉન બાદ 10 જુન 2020ના રોજ પરત ફર્યો હતો. ઓઢવમાં બાઇક લેવા માટે આવ્યા હતા. પોલીસ PSO એ બાઇક પોલીસ સ્ટેશનમાં નહી હોવાનું કહ્યું હતું. બાઇક મળશે તો તમને જાણ કરીશું તેમ કહીને વાત ટલ્લે ચડાવી હતી. જો કે ઓઢવ પોલીસને બાઇક નહોતું મળ્યું. પોલીસની તપાસ કરતા આજદિન સુધી ઓઢવ પોલીસને ડિટેઇન કરેલું બાઇક ન મળી આવતા છેવડે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 


આખો દેશ 15 ઓગસ્ટે ઉજવે છે પણ જૂનાગઢ આજે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ જાણો કારણ

ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી જાડેજાએ જણાવ્યું કે, બાઇક ચોરીની ફરિયાદ નોંધાઇ છે. પોલીસ સ્ટેશનનાં પીએસઓ ફરિયાદી બન્યા છે. વાહન માલિકનું વાહન ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં રખાયું હતું. લાંબા સમય સુધી તે લેવા આવ્યો નહોતો. ત્યાર બાદ લોકડાઉન સમયે લેવા આવ્યા ત્યારે વાહન છોડવામાં આવ્યું ન હોવાથી તેઓ પરત ગયા હતા. પોલીસ સ્ટેશનમાં બાંધકામ ચાલુ હોવાથી બીજી સાઇડનો દરવાજો ખુલ્લો હોવાથી વાહન ચોરી થયું હોવાની શક્યતા જણાઇ રહી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube