સુરત: જ્યારે સંપૂર્ણ સ્વસ્થ તેમજ સામાન્ય લોકો નાની-નાની મુશ્કેલીઓથી ડરીને હાર માની લે છે, ત્યારે સુરત (Surat) ની અપર્ણા ખંભાતી (Arpana Khambhati) ૯ મહિનાની નાની વયથી જ પોલિયોગ્રસ્ત (Polio) હોવા છતાં સખ્ત મહેનત અને મજબૂત ઈરાદાના બળે તાજેતરમાં હરિયાણા (Haryana) માં યોજાયેલી થમ હેન્ડીકેપ્ડ ઝોનલ પિસ્તોલ શુટિંગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. અઢળક સમસ્યાઓનો સામનો કરીને સફળતા મેળવનાર અપર્ણા આજની યુવા પેઢી માટે રોલમોડેલ રૂપે ઉભરી આવી છે, સાથોસાથ રમતગમત ક્ષેત્રમાં સુરતનું ગૌરવ પણ વધાર્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના દર્દીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા 95 વર્ષના સ્વતંત્ર સેનાની, PM મોદીનું સતત મોનીટરીંગ


હરિયાણા (Haryana) ના કદારપુર, ગુરૂગ્રામ ખાતે તા.૨૩ થી ૨૭ ફેબ્રુ. દરમિયાન CRPF શૂટિંગ રેંજ 'થમ હેન્ડીકેપ્ડ ઝોનલ પેરાશૂટિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૦-૨૧' યોજાઈ હતી. જેમાં ૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મૂળ સુરત (Surat) ના વતની અપર્ણાબેને (Arpana Khambhati) ૪૦૦માંથી ૩૬૪ ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો હતો. ત્યારબાદ ૧ થી ૫ માર્ચ દરમિયાન ફરિદાબાદની માનવરચના યુનિવર્સિટીમાં યોજાયેલી નેશનલ પેરાશૂટિંગમાં ૬૦૦ માંથી ૫૨૬ ગુણ મેળવી આગળની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થયાં હતાં.

Bharat Biotech એ રાજ્યો માટે 'કોવેક્સીન' ની કિંમત ઘટાડી, હવે આટલામાં મળશે ડોઝ


સામાન્ય પરિવારમાંથી આવતા ૩૩ વર્ષીય અપર્ણા ગોપીપુરા (Gopipura) ના સોનીફળિયામાં તેમના માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. ૬૨ વર્ષીય તેમના પિતા નવીનચંદ્ર પરશોતમદાસ ખંભાતી અગાઉ સિંચાઈ નહેરખાતામાં ફરજ નિભાવતા હતાં, જેઓ હાલ નિવૃત છે. માતા નયનાબેન ખંભાતી ગૃહિણી છે.


અપર્ણાબેન (Arpanaben) ધો.૬થી સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત શાળામાં અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન વર્ષ ૨૦૦૨માં તેમણે 'રાઈફલ શૂટિંગ'ની ટ્રેનિંગ મેળવી. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૮ દરમિયાન તેઓ દ્વારા શુટિંગ ક્ષેત્રમાં કોઈ યોગદાન આપી ન શક્યા પણ નસીબજોગે વર્ષ ૨૦૧૯માં શુટિંગનું એક નવું રૂપ 'પિસ્તોલ શૂટિંગ' પર તેમણે હાથ અજમાવ્યો અને સફળતા મેળવી છે.

રાજ્યમાં આગામી 3 દિવસ હજીપણ થન્ડરસ્ટોર્મની આગાહી, ભારે પવન સાથે હળવો વરસાદ પડશે


તેઓ રોજ સવારે ૭ વાગ્યે એસ્પાયર શૂટિંગ એકેડમીમાં દિવસના દોઢ કલાક શુટિંગ પ્રેક્ટિસ કરે છે, ત્યારબાદ ઘરને આર્થિક ટેકો આપવા સુરતની મેરિયેટ હોટલમાં જોબ કરી ઘર અને કારકિર્દી એમ બંને જવાબદારીઓ વહન કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube