ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર આજથી સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવારની ઉજવણી 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મંત્રીનિવાસમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યભરમાં અંદાજિત 75 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી રહી છે. 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મંત્રીનિવાસ, ગાંધીનગરથી કાર્યક્રમની શરૂઆત કરી. દરેક ક્ષેત્રોમાં બે દિવસ ટીકાકરણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘર જઈ આરોગ્ય વિભાગના કર્મચારી પલ્સ પોલિયો પીવડાવશે. રાજ્યભરમાં અંદાજિત 75 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે. આ માટે રાજ્યભરમાં અંદાજિત 35 હજાર જેટલા બુથ બનાવવામાં આવ્યા છે. 


આ પણ વાંચો : યુક્રેનથી હેમખેમ પરત આવેલો કુણાલ ભાવુક થઈને પિતાને ભેટી પડ્યો, પિતા પણ રડી પડ્યા...


કોરોનાની ત્રીજી લહેરને કારણે પોલિયો અભિયાન આગળ ધકેલાયુ હતું. સરકારે પોલિયો રસીકરણ કાર્યક્રમને 'અનપેક્ષિત પ્રવૃત્તિઓ'ને કારણે આગામી આદેશ સુધી ટાળી દીધો હતો. આ કાર્યક્રમ હેઠળ દેશભરમાં 0-5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયો સામે રક્ષણ માટે વેક્સિનના બે ટીપાં પીવડાવવામાં આવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કાર્યક્રમને ટાળવા વિશે તમામ રાજ્યોને 9 જાન્યુઆરીએ પત્ર દ્વારા માહિતી આપી હતી. આજથી ગુજરાતમાં રસીકરણથી બાકી રહી ગયેલા બાળકોની ઓળખ થશે તથા તેમનું પોલિયો રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણ પોલિયો વાયરસ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણ સંરક્ષણનું સ્તર બનાવી રાખવા માટે જરૂરી છે. 
 
દર વર્ષે લાખો બાળકોને પોલીયોની રસી આપવામાં આવે છે. ભારત દુનિયાનું સૌથી મોટું પોલિયો અભિયાન ચલાવે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં મોટા પ્રમાણમાં પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. જેના કારણે ભારત 27 માર્ચ 2014ના દિવસે જ પોલિયો મુક્ત બન્યો હતો. ત્યારબાદ પણ સાવધાનીના ભાગરુપે પોલિયો રસીકરણ શરુ રાખવામાં આવ્યું છે. જેથી કોઇ બાળક પોલિયોનો શિકાર ના બને.