રક્ષિત પંડ્યા/રાજકોટ: જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી તોડજોડનું રાજકારણ ખેલાય રહ્યું છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્યસભા મળી હતી. સામાન્ય સભામાં 36 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના 14 સભ્યો હજાર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ સાથે બળવો કરી ભાજપને ટેકો આપનાર વિપુલ ધડુક હજાર રહેતા કોંગ્રેસે વિહિપ આપ્યું હતું. કોંગ્રેસ વિહિપ આપવાની વાત કરતા બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે 18 સભ્યોનું સંખ્યા બળ છે જ્યારે ભાજપ અને બળવાખોર મળી 18ની સંખ્યાબળ છે. સામાન્ય સભાના એજન્ડામાં પ્રમુખ અલ્પાબેન ખાટરીયા સામે અવિશ્વાસનો મુદ્દો રજૂ ન થતા આજે અવિશ્વાસની દરખાસ બળવાખોરો મૂકી શક્યા ન હતા. મહત્વનું છે કે, ભાજપે સત્તા પરિવર્તન કરવા માટે 16 જેટલા કોંગ્રેસના સભ્યોને ભાજપ તરફ લઈ લીધા છે. પરંતુ પક્ષાંતર ધારા હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી અને 24 સભ્યોનું સંખ્યાબળ ન હોવાને કારણે બહુમતી થી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બળવાખોર જૂથ મૂકી શક્યું નથી.


અમદાવાદ: છેડતીના મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ


રાજકોટ જિલ્લા પંચાયતની સભામાં આજે ખેડૂતોના પાક વિમાનો પ્રશ્ન ઉઠ્યો હતો. જિલ્લા પંચાયતના જસદણ બેઠકના સભ્ય વીનુ ધડુકે સામાન્ય સભામાં રાજકોટ જિલ્લાના કેટલા ખેડૂતો પાસેથી પાક વિમાનું પ્રીમિયમ વસુલ કરવામાં આવ્યું અને સરકારે કેટલું ચૂક્યું તેવો પ્રસન્ન પૂછ્યો હતો.


સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય



જોકે આ બાબતે અધિકારીઓ દ્વારા રાજકોટ જિલ્લામાં ખેડૂતોમે મગફળીનો 576 કરોડનો પાક વીમો અને કપાસનો 209 કરોડનો પાક વીમો ચુકવવામાં આવ્યો હોવાનું જવાબ મળ્યો હતો. જોકે વિનુભાઈએ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને પાક વીમો ચુકવવામાં નિષફલ નીવડી હોવાનો અને વીમા કંપનીઓની સાથે મળી ખેડૂતોના પરસેવાના પૈસે તિજોરી ભરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.