ગાંધીનગર : ગુજરાતમાં હાલમાં કોરોનાના બીજી લહેરમાં સરકારની નીતિ અને નિષ્ફળતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારથી પ્રજા નાખુશ છે જો કે પ્રજા કોંગ્રેસને પણ સત્તા નથી સોંપવા માંગતી તેવામાં ત્રીજા વિકલ્પ તરીકે આપ ખુબ જ મજબુત પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. તેને ધીરે ધીરે લોકોનો જનાધાર પણ મળી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પાટીદાર સમાજની બેઠકમાં આપનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું નિવેદન નરેશ પટેલે આપ્યું હતું. તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનાં નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે 14 મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેવામાં રાજકીય વર્તુળોમાં મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. 


અત્રે નોંધનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ પુર જોરશોરથી ઉતરવા જઇ રહી છે. જેની તૈયારીઓ પણ આરંભી દીધી છે. અમદાવાદનાં નવરંગપુરામાં 14 જુને આમ આદમી પાર્ટીનાં નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. જે માટે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. આ અગાઉ તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. 


બીજી તરફ નરેશ પટેલે આજે પાટીદારોના સંમેલનમાં જણાવ્યું કે, કોરોના કાળમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જે આપણે સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી. જો કે હાલ જે પ્રકારે આપ આગળ વધી રહ્યું છે તેનાથી ભવિષ્યમાં આપનું વર્ચસ્વ વધે તેવું મને લાગી રહ્યું છે. આપે ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણા સારા કામ કર્યા છે. તેની કામ કરવાની શૈલી પણ ખુબ જ ઉમદા છે. જો કે તેમને હજી સુધી કેશુબાપા જેવા આગેવાન તેમને મળ્યાં નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube