ચેતન પટેલ/ સુરત: ગુરવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા સુરત આવી રહ્યાં છે. તેઓના સુરત આગમનને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. સુરતમાં તેઓ કોરપોરેટરો સાથે બેઠક પણ કરવાના છે. ત્યારે તેઓની આ મુલાકાત દરમિયાન સુરતના મોટા નામો આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી શક્યતા રહેલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના રાજકારણ માટે આવતી કાલનો દિવસ મહત્વનો બની રહેશે. સુરતમાં આવતી કાલે રાજકારણમાં નવા જૂનીના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. કારણ કે સુરતમાં આવતીકાલ ગુરવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા સુરતની મુલાકાતે આવી રહ્યાં હોય મોટી રાજકીય નવા જુનીના એંધાણ હોવાનું કહેવાય રહ્યું છે.ઈશુદાન ગઢવી આપમાં જોડાઈને સુરત આવ્યા ત્યારે શહેરના કેટલાક મોટા માથાઓ આપમાં જોડાઈ તેવી અટકળ હતી પરંતુ જાહેરાત થઈ ન હતી.


આ પણ વાંચો:- રાહુલ ગાંધી આવતીકાલે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી


આવતીકાલે દિલ્હીના નામયબ મુખ્યમંત્રી મનીષ શિસોદીયા સુરત આવી રહ્યાં છે ત્યારે કેટલાક સમાજના અગ્રણીઓ આપમાં જોડાય તેવી અટકળ જોરશોરમાં થઈગઈ છે. ઉદ્યોગ પતિ અને સમાજ સેવક આપમાં જોડાય તો આગામી વિધાનસભાની ચુંટણીમાં મોટી નવા જુની થાય તેવા એંધાણ શરૂ થઈ ગયાં છે.


ઉલ્લેખનીય છે કે સુરતમાં ઘણા દિવસોથી ભાજપના કાર્યકરો આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ આ મામલે ભાજપે પોતાનું મૌન તોડ્યું હતું અને કોઈ પણ કાર્યકર ભાજપમાં જોડાયો નથી તેવી વાત કરી હતી. પરંતુ ત્યારબાદ આપ પાર્ટીમાં જોડાયેલા ભાજપના કાર્યકરો સામે આવ્યા હતા અને તેઓએ ભાજપમાં જોડાયા ત્યારની રસીદો પણ જાહેર કરી હતી.


આ પણ વાંચો:- સહેલીના જ પ્રેમીએ ખોટું બોલી યુવતીને બાઈક પર બેસાડી, બેભાન અવસ્થામાં મળી યુવતી


ત્યારે મનીષ સિસોદિયાના સુરત આગમન વખતે સુરતના મોટા નામો આપ પાર્ટીમાં જોડાઈ તેવી શક્યતા રહેલી છે. મનીષ સિસોદિયા બીજી વખત સુરત આવી રહ્યા છે આ અગાઉ તેઓએ સુરતમાં આપ પાર્ટી વીપક્ષ બનતા સુરત આવ્યા હતા અને સુરતમાં તેઓએ ભવ્ય રોડ શો પણ કર્યો હતો. ત્યારે આ વખતે તેઓના સુરત આગમન વખતે નવાજુની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલાક ભાજપના માજી કોર્પોરેટરો પણ આપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડયું છે.


આવતીકાલે બપોરે 12વાગ્યે આપના નેતા મનીષ શિસોદીયા સુરતમાં પત્રકાર પરિષદ કરશે તેમાં આ જાહેરાત કરવામા આવે તેવી પુરી શક્યતા છે. આવતીકાલે આપ દ્વારા જે જાહેરાત કરવામા આવશે તેના કારણે સુરતમાં રાજકીય ઉથલપાથલ થાય અને કોઈ સમાજ સીધો આપ સાથે જોડાય તેવી પણ અટકળ શરૂ થઈ ગઈ છે. જોકે, મનીષ શિસોદીયાની પત્રકાર પરિષદ પહેલાં ચાલતી અટકળ કેટલી સાચી અને કેટલીકખોટી તે આવતીકાલે પત્રકાર પરિષદ બાદ જ ખબર પડશે.


મનીષ સીસોદીયાનો કાર્યક્રમ 


  • સવારે ૭ કલાકે સુરત એરપોર્ટ પર આગમન 

  • ૭.૩૦ કલાકે સુરત સર્કીટ હાઉસ ખાતે આગમન 

  • ૭ થી ૧૦.૪૫ સુધી સુરતના કાઉન્સિલર્સ સાથે મીટીંગ 

  • ૧૧ કલાકે અતિથીઓ સાથે મુલાકત 

  • ૧૨ કલાકે : પત્રકાર પરિષદ 

  • ૧ કલાકે લંચ 

  • ૧.૩૦ થી ૨ વાગ્યે સામાજિક અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકત 

  • સાંજે ૪ થી ૬ : ગુજરાતમાં આપ પાર્ટીમાં ચુટાયેલા તમામ સભ્યો સાથે મીટીંગ 

  • સાંજે ૭ વાગ્યે સુરત એરપોર્ટ જવા રવાના


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube