હિતલ પારેખ/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના મતદાન વચ્ચે રાજ્યની ચાર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. અને લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર અને માણાવદરની બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 58.60 ટકા મતદાન થયું હતું.


મધ દરિયે મતદાન: ખંભાળિયા નજીક આવેલા ટાપુ પર ચૂંટણી પંચની અનોખી વ્યવસ્થા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બપોરના ત્રણ વાગ્યા સુધીમાં થયેલુ મતદાન 


  • લોકસભા સાથે યોજાયેલી પેટાચૂંટણીમાં ૫૮.૬૦ ટકા સરેરાશ મતદાન

  • ઊંઝા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ૬૨% મતદાન

  • ધ્રાંગધ્રા બેઠક માટેની પેટાચૂંટણીમાં ૫૫.૦૭% મતદાન

  • જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં ૫૯.૬૬% મતદાન

  • માણાવદર પેટાચૂંટણીમાં ૫૭.૬૮% મતદાન નોંધાયું


લોકસભા ચૂંટણી 2019: જાણો....ગુજરાત રાજ્યમાં મતદાનની તવારીખ


મહત્વનું છે કે, આ તમામ સીટો પર ચૂંટણી યોજાઇ અને લોકોએ મતદાન કર્યું હતું. ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. માટે આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાની ફરજ કરી પડી હતી. જ્યારે માણાવદર બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડા પણ ભાજપ જોડાઇને સીધા મંત્રી બન્યા હતા. અને હવે આ બેઠક પરથી પેટા ચૂંટણીમાં પણ ભાજપથી તેમને ઉમેદવાર જાહેર કરાયા હતા.



ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર અને માણાવદરની ચાર વિધાનસભા બેઠકો પર લોકસભાની ચૂંટણીની સાથે આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઊંઝા બેઠક પર સૌથી વધારે 62 ટકા મતદાન થયું હતું. જ્યારે આ ચારમાંથી સૌથી ઓછું મતદાન ધ્રાંગધ્રા બેઠકની પેટા ચૂંટણીમાં 55.07 ટકા થયું હતું.