ગુજરાતમાં પાટીલની પ્રગતિ કોને ખૂંચી : કોણ નથી ઈચ્છતું કે પાટીલ દિલ્હી પહોંચે, પડદા પાછળનો ખેલ
Loksabha Election 2024 : શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં એકબીજાના ટાંટિયા ખેંચવાનો ખેલ ચાલી રહ્યો છે, લોકસભામાં ભાજપ વન વે જીતી જાય તો પાટીલને જશ મળે અને તેમનો દિલ્હીનો રસ્તો ક્લિયર થાય, પરંતું પાર્ટીમાં કેટલાક નેતાઓ નથી ઈચ્છતા કે પાટીલ દિલ્હી પહોંચે, કારણ કે એમને દિલ્હી સુધી પાટીલને પહોંચવા દેવા નથી...
Politics On Patil : ગુજરાતમાં શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી પાર્ટી ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે. સ્થાનિક નેતાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે એવો માહોલ ઉભો થયો છે. એક બાદ એક સીટ પર વિવાદો વધી રહ્યાં છે. પાટીલ માટે એક સાંધતાં તેર તૂટે તેવો ઘાટ છે. ઓપરેશન લોટસનો હંમેશાં વિરોધ કરતા પાટીલ માટે હવે આ આયાતી માથાનો દુખાવો બની રહ્યાં છે. હવે ગાભા મારવા એ જ સેવા જ બની રહેતાં જૂના જનસંઘીઓ સતત નારાજ થતા જાય છે.
ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી
સ્થિતિ એવી છે કે ભાજપ માટે જાત ઘસી નાખનાર ચૂંટણીમાં પોસ્ટરો લગાડશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે અને પક્ષપલટુઓ સાંસદ અને ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે. આ બાબત ભાજપના પીઢ કાર્યકરોને અકળાવી રહી છે. લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 11 મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે. હવે સીધો સવાલ એ છે કે તમને ભાજપમાં કોઈ નથી દેખાતા....
ભાજપમાં પક્ષપલટુઓનો વટ પડ્યો! પાયાના કાર્યકર્તા પોસ્ટર લગાવશે, પક્ષપલટુ સત્તા ભોગવશે
પાટીલનું દિલ્હીમાં મંત્રીપદ પાક્કું
સીઆર પાટીલ માટે પણ ભાજપી કાર્યકરોનો આ પ્રશ્ન અકળાવનારો છે. પ્રદેશ અધ્યક્ષને નાતે પાટીલ રોજ રોષ ખાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે પણ એક બાદ એક ગુજરાતમાં ભડકા વધી રહ્યાં છે. એ નક્કી છે કે લોકસભાની ચૂંટણી બાદ સીઆર પ્રદેશ અધ્યક્ષ રહે છે કે કેમ એ સવાલ છે પણ ગુજરાતમાં ભાજપ 26માંથી 26 લોકસભા 5 લાખની લીડથી જીતી ગયું તો પાટીલનું દિલ્હીમાં મંત્રીપદ પાક્કું છે.
ભાજપ વન વે જીતી જાય તો પાટીલ માટે દિલ્હીનો રસ્તો ક્લિયર
આ પહેલાં પણ કેબિનેટના વિસ્તરણ સમયે પાટીલ દિલ્હી જતા હોવાની હવા ચાલી હતી. પાટીલ હાલમાં પ્રદેશ અધ્યક્ષનો હવાલો સંભાળી રહ્યા છે. ગુજરાતની લોકસભામાં સૌ કોઈ જાણે છે કે ભાજપ માટે હાલમાં જબરદસ્ત જુવાળ છે અને ત્રીજીવાર ભાજપ હેટ્રીક ફટકારશે પણ આ જીતનો જશ કોણ લઈ જશે એના માટે પડદા પાછળના ખેલાડીઓ સક્રિય થયા છે. જેઓ ઈચ્છી રહ્યાં છે કે પાટીલને આ જશ ના મળે... ભાજપ વન વે જીતી જાય તો પાટીલ માટે દિલ્હીનો રસ્તો ક્લિયર થઈ જાય પણ કેટલાક નેતાઓ નથી ઈચ્છતા કે પાટીલ દિલ્હીમાં નડવાનું શરૂ કરે...
જોઈએ છે... જોઈએ છે: ભાજપને ટક્કર આપે એવાં ઉમેદવાર શોધવા કૉંગ્રેસના હવાતિયાં
થોડા સમય બાદ ખરી રિલ ઉતરવાની શરૂ થશે
સીઆર માટે લોકસભા એ ચેલેન્જ છે. હાલમાં સ્થિતિ એવી છે કે સ્થિતિ છે એક પણ સીટ હારશે તો દોષનો ટોપલો માથે ઢોળાશે અને જીતશે તો જશ મોટા ભા ગણાતા નેતાઓમાં વહેચાશે. ભાજપમાં ચાલતા જૂથવાદનું હાલમાં ગુજરાતમાં ટ્રેલર ભજવાઈ રહ્યું છે, થોડા સમય બાદ ખરી રિલ ઉતરવાની શરૂ થશે અને ફિલ્મ ઉતરતી જશે અને માહોલ શાંત બનતો જશે. સીઆરે પણ જાણી જોઈને વિવાદ ઉભો કર્યો હોય એમ 5 લાખની લીડનો ટાર્ગેટ રાખતાં હવે જૂના નેતાઓ અને ઉમેદવારોને પણ આ ટાર્ગેટ અકળાવી રહ્યો છે.
પોણા પાંચ લાખની લીડ આવી તો પણ નહીં ચલાવી લઉં
સૌ જાણે છે કે આ ભાજપનો ટાર્ગેટ નથી પણ સીઆર પાટીલનો ટાર્ગેટ છે કારણ કે દેશમાં એક પણ રાજયમાં 5 લાખની લીડનો ટાર્ગેટ નથી. પાટીલ પોતાના વટ ખાતર આ લીડનો ટાર્ગેટ મૂકી સ્થાનિક નેતાઓેને અકળાવી રહ્યાં છે. તેઓ દંડો લઈને બેઠા હોય એમ સ્પષ્ટ ધમકી આપી છે કે નબળી સીટ હોય તો અત્યારથી કહી દેજો, પછી પોણા પાંચ લાખની લીડ આવી તો પણ નહીં ચલાવી લઉં... આ બાબતો કેટલાક નેતાઓને અકળાવી રહી છે. ઘણા ઉમેદવારો પણ આ મામલે નારાજ છે તેઓ સારી રીતે જાણે છે કે તમામ સીટો પર 5 લાખની લીડ શક્ય નથી. ગુજરાતીમાં કહેવત છે કે વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે એમ હાલમાં તમામ લોકો ચૂપકીદી સેવીને બેઠા છે અને ખેલ પાડી રહ્યાં છે.
Gujarat Model : સરકારના કાન સુધી નથી પહોંચતો ગુજરાતના આ ગામના લોકોનો અવાજ
પડદા પાછળ ખેલ
ગુજરાત ભાજપમા હાલમાં જૂથવાદ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ માટે કોંગ્રેસના આયાતી ઉમેદવાર અને જ્ઞાતિવાદનો મામલો ભડકાવાઈ રહ્યો છે. જેનો પાટીલ પાસે કોઈ તોડ નથી, સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં પડદા પાછળ કોણ આ ખેલ ભજવી રહ્યું છે પણ એમના પિક્ચરમાં ઉતરવાની રાહ જોવાઈ રહી છે. ગુજરાતમાં એક બે નહીં પાંચથી 6 લોકસભા અને એક વિધાનસભામાં વિવાદ વધ્યો છે. ભાજપમાં ક્યારેય કોઈ વિરોધ ઉભો થતો નથી. ભાજપની રણનીતિ રહી છે કે ભાજપ વિરોધ થાય એ પહેલાં જ કચડી નાખે છે.
જીતનો પાટીલ જશ ના લઈ શકે
વિધાનસભામાં 156 સીટો પર રેકોર્ડબ્રેક જીત બાદ પાટીલનું કદ વધ્યું છે પણ લોકસભામાં જીત એ પાટીલને જશ અપાવશે. હવે ગુજરાતમાં ભાજપમાં જૂથવાદને પગલે પાટીલ વિરોધીઓ સક્રિય થયા છે અને પાટીલ વિધાનસભાની જેમ લોકસભા સ્થિતિ સંભાળવામાં ફેલ ગયા હોવાનું સાબિત કરવા માગે છે. જેથી લોકસભામાં 26માંથી 26 સીટો જીત્યા બાદ પણ જીતનો પાટીલ જશ ના લઈ શકે. ભાજપના વરવા જૂથવાદનું હાલમાં લોકસભા ચૂંટણી પહેલાં ટ્રેલર ચાલી રહ્યું છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર અંગે મહત્વના અપડેટ, ઉમેદવારોએ ખાસ નોંધ લેવી