પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી
![પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2020/12/22/298625-populer-builder-case.jpg?itok=hIh3QQYM)
પોપ્યુલર માલિક રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોપ્યુલર બિલ્ડરના માલિક વિરુદ્ધ સાતેક ફરિયાદ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે તમામ ફરિયાદ કરોડોની જમીન પચાવી પાડવાના મામલે જ નોંધાઈ છે. મહત્વનું છે કે, થલતેજના એક વૃદ્ધે જમીન છેતરપિંડી મામલે આ ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. .
ઉદય રંજન/અમદાવાદ: પોપ્યુલર માલિક રમણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોપ્યુલર બિલ્ડરના માલિક વિરુદ્ધ સાતેક ફરિયાદ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે તમામ ફરિયાદ કરોડોની જમીન પચાવી પાડવાના મામલે જ નોંધાઈ છે. મહત્વનું છે કે, થલતેજના એક વૃદ્ધે જમીન છેતરપિંડી મામલે આ ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. .
SG હાઇવેની એક ખ્યાતનામ કંપનીમાંથી લાખો રૂપિયાનાં લેપટોપ ચોરી, એક વર્ષે ખબર પડી
ઉલ્લેખનીય છે કે રમણ પટેલ સહિત સાત શખ્સોએ છેતરપિંડીથી આ જમીન મેળવ્યાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ફરિયાદીના વારસામાં મળેલી જમીનને રેવન્યુ રેકોર્ડમાંથી ગાયબ કરી અન્ય સંસ્થાને નામે આ જમીન ચડાવી દેવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. બાદમાં જમીન પર સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે ચડાવી દેવામાં આવી હતી. ફરિયાદી ખોડાજી ઠાકોરને પોતાની જમીનમાં ખેતી નહીં કરી શકતા રેવન્યુ રેકોર્ડમાં પોતાના નામ અને હકો અંગે તપાસ કરાવતા સમગ્ર હકીકતની જાણ થઇ હતી.
મોરકંડા હાઈવે પર અજાણ્યા વાહને પદયાત્રીઓને મારી ટક્કર, 3ના મોત
પોતે રેવન્યુ રેકોર્ડમાં કબજેદાર ન હોવાનું માલુમ પડયા બાદ કાયદાના જાણકાર પાસેથી હકીકત કઢાવતા તેમની જમીનના હકદાર મેં. પઢાર એન્ડ કંપનીના ભાગીદારો દ્વારા વેચાણ ઉપર આપેલી હોવાનું સામે આવ્યું. અને ત્યારબાદ આ જમીનને સોમેશ્વર દર્શન સરકારી ખેતી મંડળીના નામે કરાઈ હોવાનું સામે આવ્યું. જેને પગલે ખોટી માહિતી અને નામ દાખલ કરાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે તપાસ આદરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube