Porbanda News : પોરબંદર નજીકના બોરીચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે ગુનો નોંધાયા બાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં સવારે ઉતારવામાં આવ્યા હતા અને ભીમા દુલાને પૂછપરછ માટે પોરબંદર લવાયા છે. તો બીજી બાજુ એવુ જાણવા મળ્યું છે. આદિત્યાણામાં હથિયાર અને રોકડ પણ કબ્જે થઇ છે. અને સાંજ સુધીમાં જિલ્લા પોલીસવડા વિધીવત રીતે પ્રેસકોન્ફરન્સ યોજીને માહિતી જાહેર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીસ પચીસ દિવસ પહેલા બોરીચા ગામે માર મારવામાં આવેલ હતો. જે સબબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ફરિયાદ ત્રણ શખ્સો સામે નોંધવામાં આવેલ જેમાં બે શખ્સો માર મારવામાં, એક શખ્શ મોટર સાયકલમાં બેઠેલ તે એક શખ્શ મોટર સાયકલમાં બેઠેલ તેમ જણાવવામાં આવેલ હતું.


અમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, થયો મોટો ધડાકો


બોરીચાના મહેર અગ્રણી ભીમા દુલાભાઈ ઓડેદરાનું નામ આપ્યુ હોવાની ચર્ચા વચ્ચે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરેલ અને બોરીચા પાટીયા પાસે ઓલ ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની વાડી પાસે દસ થી પંદર પોલીસ જીપો ખડકાઈ ગયેલ હતી. 


ડી. એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી. વધુ તપાસ અર્થે સવારે ૯ વાગ્યે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાને પોરબંદર પોલીસ સ્ટેશને લઈ જવાયેલ છે. આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરતા સવારથી લોકોમાં પણ કુતુહલ જાગેલ હતુ. ભીમા દુલાની પુછપરછ ચાલી રહી છે અને સાંજ સુધીમાં પોલીસ માહીતી જાહેર કરશે તેમ જાણવા મળ્યું છે.


બંગાળની ખાડીમાં ત્રાટકેલા વાવાઝોડાનો રુટ આવી ગયો, ધારણ કર્યું વિકરાળ રૂપ, આ દિશામાં જશે