બંગાળની ખાડીમાં ત્રાટકેલા વાવાઝોડાનો રુટ આવી ગયો, ધારણ કર્યું વિકરાળ રૂપ, આ દિશામાં જશે

Cyclonic Storm Active : આગાહી હતી એવુ જ થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું ધીરે ધીરે માથું ઉંચકી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હવે સમાપ્ત થઈ ગયું છે, જ્યારે ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે. આના કારણે આંદામાન સમુદ્રમાં ચક્રવાતી તોફાન સક્રિય થઈ રહ્યું છે, કારણ કે ત્યાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. તેની અસરથી ઠંડીનો ચમકારો જોવા મળશે. બંગાળની ખાડીમાં ઉઠેલું તોફાન છેક ગુજરાતને અસર કરશે. 
 

છેક ગુજરાત સુધી અસર જોવા મળશે

1/5
image

બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે દક્ષિણ ભારતના ચાર રાજ્યો - કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવામાનમાં ફેરફાર થઈ શકે છે. આજે મુંબઈ અને કોલકાતામાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ ઠંડીની અસર વધવા લાગી છે. ચાલો જાણીએ કે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી છે?

2/5
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં એક નવું વાવાઝોડું જન્મે તેવી પૂરી સંભાવના છે. દરિયાની સપાટીના તાપમાન અને મેડન જુલિયન ઓસીલેશન (MJO)ને કારણે આ વિસ્તારમાં આ વાવાઝોડાનો જન્મ વધુ જોર પકડતો જણાય છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. સાયક્લોનિક પરિભ્રમણ થઈ રહ્યું છે.  

અહી ટરકાશે વાવાઝોડું 

3/5
image

ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહે ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં 23 અને 24 ઓક્ટોબરની આસપાસ ચક્રવાતી ગતિવિધિઓ વધી શકે છે. 20 ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્રની નજીક ચક્રવાત રચાય તેવી શક્યતા છે, જે ઓરિસ્સાના દરિયાકાંઠે અથડાશે ત્યારે વધુ તીવ્ર બની શકે છે. આવી સ્થિતિમાં 23 કે 24 ઓક્ટોબરે ઓડિશા, પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ જોવા મળી શકે છે.

4/5
image

આ ચક્રવાતી તોફાનના કારણે 22 ઓક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર પણ બની શકે છે. જેના કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં માછીમારી, શિપિંગ અને નૌકાદળની ગતિવિધિઓ ન કરવા સૂચના આપવામાં આવી છે. પ્રવાસીઓને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓને કોઈપણ સંભવિત ઈમરજન્સી માટે સાવચેત રહેવા અને તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે.  

વાવાઝોડાને કારણે ઠંડીનો કહેર વધશે 

5/5
image

ભારતીય હવામાન વિભાગે પણ ઉત્તર ભારતમાં વધતી ઠંડીને લઈને આગાહી કરી છે. રાજધાની દિલ્હીમાં 25 ઓક્ટોબર પછી હળવું ધુમ્મસ છવાઈ શકે છે. આ પછી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ તાપમાન ઘટવા લાગશે. પહાડી વિસ્તારોમાં ઠંડી વધવાની સંભાવના છે. ઓક્ટોબરના અંત સુધી દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદની કોઈ શક્યતા નથી.