અમદાવાદ : કચ્છનાં રાપર તાલુકાનાં શિક્ષકોનાં એક વ્હોટ્સ એપ ગ્રુપમાં સભ્ય એવા એક શિક્ષક દ્વારા બિભત્સ પ્રકારનો વીડિયો મુકી દેતા હોબાળો મચી જવા પામ્યો છે. સૌથી મહત્વની બાબત છે કે આ ગ્રુપમાં મોટા પ્રમાણમાં મહિલા શિક્ષિકાઓ પણ છે. જો કે આ વીડિયો અપલોડ થયાની ગણત્રીની મિનિટોમાં જ ડિલિટ કરી દેવામાં આવ્યો હતો. વીડિયો ડિલિટ કર્યા બાદ જે સભ્યએ આ વીડિયો મુક્યા હતા તે પણ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહેન પ્રિયંકા વાડ્રા સાથે વેકેશન ગાળવા શિમલા પહોંચ્યા રાહુલ ગાંધી...

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કચ્છનાં રાપરમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા એક વ્હોટ્સ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં તેઓ રોજિંદા ઘટનાક્રમ અને સાંપ્રત પ્રવાહો ઉપરાંત શાક્ષાકીય પ્રવૃતીઓ અંગે વાતચીત કરતા રહેતા હોય છે. આ ગ્રુપમાં મહિલા શિક્ષિકાઓ પણ મોટા પ્રમાણમાં છે. આવી જ રીતે સાંજે 08.30 વાગ્યાની આસપાસ ગ્રુપનાં કેટલાક સભ્યો ચેટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક એક સભ્યએ બિભત્સ વીડિયો નાખી દીધો હતો. 


IPL Auction: આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ, આ છે ટોપ 10...

થોડા સમય બાદ જે પણ સભ્યએ તે વીડિયો જોયો તેમાં હોબાળો મચી ગયો. અન્ય સભ્યો દ્વારા આ વીડિયો શેનો છે અને કયા અનુસંધાને નાખવામાં આવ્યો છે તેવી પુછપરછ થવા લાગી હતી. જો કે જે વ્યક્તિએ તે વીડિયો નાખ્યો હતો તેણે ગણત્રીની મિનિટોમાં વીડિયો ડીલિટ કરવાની સાથે સાથે પોતે પણ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયો હતો. આ વ્યક્તિની ઓળખ હજી સુધી થઇ શકી નથી. પરંતુ આ પ્રકારનો ઘટનાક્રમ બનતા સમગ્ર તાલુકા અને જિલ્લા શિક્ષણ તંત્રણાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ ડીઇઓ દ્વારા આ અંગે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત આ વ્યક્તિની ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.


એપોલો હોસ્પિટલમાં જયલલિતા 1.17 કરોડ રૂપિયાનું ખાઇ ગયા...