રાજેન્દ્ર ઠક્કર, ભુજ : વિથોણ જિલ્લા પંચાયત સીટના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો મૂકાતા ચકચાર મચી છે. ભાજપના સાંસદથી માંડીને મહિલા આગેવાનો અને LIB પણ આ ગ્રુપમાં સભ્યો હતાં. બિભત્સ પોસ્ટ મૂકનારા સહિત તમામને રિમૂવ કરાયા. જિલ્લા પંચાયત સીટના ગ્રુપમાં 100 સભ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ વિથોણ જિલ્લા પંચાયત સીટના વોટ્સએપ ગ્રુપમાં આવો અશ્લીલ વીડિયો મૂકાતા હોબાળો મચી ગયો છે. નખત્રાણાના વિથોણ જિલ્લા પંચાયત સીટના આ ગ્રુપમાં 100 જેટલા સભ્યો છે. છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતા આ ગ્રુપમાં કાર્યક્રમના ફોટા અને માહિતી શેર થતા હોય છે. પરંતુ બે દિવસ અગાઉ એક ગ્રુપ મેમ્બરે બ્લ્યુ ફિલ્મનો વીડિયો મૂકી દેતા હોબાળો મચી ગયો. એડમીન ભાજપના જ બે મોરચાના પદાધિકારીઓ છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...