એક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યા

Crime News : પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોવા છતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં જે છે એ પણ પણ ગુમાવે છે, મહેસાણાના વેપારીને ચાર લોકોએ મળીને દોઢ કરોડનો ચૂનો લગાવ્યો
 

એક કા ડબલ અને એ પણ ડોલરમાં... લાલચમાં મહેસાણાના વેપારીએ કરોડો ગુમાવ્યા

Mehsana News તેજસ દવે/મહેસાણા : એકના ડબલની વાત આવે ત્યારે ભલભલો માણસ લાલચમાં આવી જાય અને તે અભણ હોય કે ભલે તે ભણેલો હોય. અભણ વ્યક્તિને તો કોઈ છેતરી જાય એ માની લઈએ પરંતુ ભણેલાને પણ કોઈ છેતરી જાય તો નવાઈ લાગે. જોકે ભણેલાને છેતરનાર પણ એવા ચાલાક હોય કે ભણેલા સમજુ વ્યક્તિઓને પણ એવા સમજાવી નાંખે કે એકના ડબલ રૂપિયા લેવાની લાલચની જાળમાં ફસાવી દે. આવું જ કઈક મહેસાણામાં બન્યું કે જેમાં એક વેપારી સહિત 60 લોકો એકના ડબલ લેવામાં કુલ દોઢ કરોડમાં છેતરાઈ ગયા. 

એકના ડબલ રૂપિયાની ઓફર હોય તો કોને નથી જોઈતી હોતી? સૌને ઝડપી રૂપિયા કમાવી લેવા હોય છે અને રૂપિયા ઝડપી કમાવી લેવાની લ્હાયમાં ઘણા લોકો મૂડી પણ ખોઈ બેસે છે. આવું જ કાઇક બન્યું છે મહેસાણામાં. એક વેપારીને કેટલાક શખ્સોએ સ્કીમ આપી કે ટૂંક સમયમાં તમારા રૂપિયા ડબલ અને એ પણ ડોલરમાં. મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદી ભાવેશ દવેએ જે 4  શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. 

  • અશોક ગોબરભાઇ સોલંકી, બનાસકાંઠા
  • સવાજી શબાજી જગાણી, પાટણ
  • યોગેશકુમાર ડાયાભાઈ પ્રજાપતિ, મહેસાણા
  • શરીફ શબા ઉર્ફે ડોક્ટર શાહબાઝ, જયપુર

ચાલુ મેચમાં બોક્સર સાથે મોટી દુર્ઘટના, માથામાં પંચ વાગતા બ્રેઈનડેડ થયો, જીવન-મરણનો સ

આ ચાર શખ્શો પૈકી એજન્ટ અસીમ સોલંકી અને કંપનીના એમડી શરીફ શબા ઉર્ફે ડોક્ટર શાહબાઝ મળી ચારેય શખ્સોએ સેફ ટ્રેડ વર્લ્ડ નામની કંપની બનાવી હતી. વર્ષ 2023 માં રશિયા માં કંપનીનું સેફ ટ્રેડ વલ્ડ ટેકનોલોજીસના નામે રજીસ્ટ્રેશન કરાવાયું હતું. જે કંપનીમાં ફરિયાદી અને રોકાણકારોના કુલ દોઢ કરોડ રોકાણ કરાવવામાં આવ્યા હતા. ગ્રાહકોને કંપનીની બ્રાઉઝર લિંક મોકલી રોકાણ બતાવી એકના ડબલ બતાવી દીધું હતું. જો કે આરોપીઓએ ફરિયાદી અને ગ્રાહકોના યુઝર પાસવર્ડનો ઉપયોગ કરી ગ્રાહકોના પૈસા પણ ઉપાડી લીધા હતા અને કંપનીના ચાર્ટ મુજબનું વળતર આપ્યું જ નહિ. આમ, મૂડી અને વળતર નહિ આપતા આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ વારંવાર નાગરિકોને સજાગ કરતી હોય છતાં લોકો ટુંક સમયમાં વધુ રૂપિયા કમાવવાવાળી સ્કીમમાં ભોળવાઈ જાય છે અને નુકસાની ભોગવે છે. છતાં આવી ઘટનાઓ બને છે અને લોકો છેતરાય છે. ત્યારે મહેસાણામાં નોંધાયેલ ફરિયાદ મુજબ પોલીસે તપાસ શરૂ કરાઈ છે. 

ચાર આરોપી પૈકી ત્રણ બનાસકાંઠા, પાટણ, મહેસાણાના છે. અને એક આરોપી રાજસ્થાનનો છે. એટલે કે એવું નથી કોઈ બીજા રાજ્યના કે વિદેશની કોઈ ટોળકી ઓનલાઇન છેતરી ગઈ હશે. આ તો નજીકના જ જિલ્લાના અને રૂબરૂ મળી ચૂકેલા ઠગો જ ઠગી ગયા છે. જેને લઇને વેપારી ભાવેશ દવેએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયની શોધખોળ હાથ ધરી છે અને આ પ્રકારે અન્ય કોઈને આ લોકો એ ઠગ્યા છે કે કેમ તે દિશામાં તપાસ આરંભી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news