અમદાવાદ : શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા શિક્ષણ સંઘનાં નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક શિક્ષણ સંઘના નેતાઓ સાથે શિક્ષણમંત્રીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ઉપરાંત શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ટેક્નિકલ મુદ્દા પર ચર્ચા થઇ હતી. પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં દિગ્વિજય સિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. જેમાં શિક્ષણ મંત્રી સાથે ટેક્નિકલ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat corona update: કોરોનાયુક્ત 902, કોરોના મુક્ત 608, અમદાવાદ સુરતનો ST વ્યવહાર બંધ

આ અંગે વિગતે માહિતી આપતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે, પરિપત્ર અંગે સરકાર બેઠક કરશે. નાણઆ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે ફરી બેઠક ચાલુ થશે. શિક્ષણમંત્રીનો હકારાત્મક અભિગમ અને વધારે બેઠક છે. હજુ પણ એક બે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે. જો કે બેઠક મુદ્દે ખુબ જ સકારાત્મક ચર્ચા થશે. સરકારના પરિપત્રના કારણે મુશ્કેલી પેદા થઇ છે. 4200ના ગ્રેડ પે માંથી 2800નો ગ્રેડ પે નિર્ણયનો વિરોધ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 


કુમાર કાનાણીના પુત્રને કાયદાના પાઠ ભણાવનારી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે તોડ્યા છે અનેક નિયમ

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં શિક્ષણ સંઘના બંન્ને સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે અગાઉ પણ શિક્ષક સંઘના આગેવાનો ચર્ચા કરી ચુક્યા છે. આ બેઠકમાં મહત્વપુર્ણ ચુકાદો આવે તે અંગે સરકાર પણ ખુબ જ હકારાત્મક હોવાનું સામે આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube